જામનગર: સીદસર ગામ પાસેનો ઉમિયા સાગર ડેમ ૯૦ % ભરાઈ

રાજકોટ, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસેનો ઉમિયા સાગર ડેમ ૯૦ % ભરાઈ ગયેલ હોવાથી પાણીની આવક વધતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે,
આથી આ ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના હરિયાસણ, ચારેલીયા, ખારચીયા (શહીદ), રાજપરા, રબારીકા અને જાળ ગામના નાગરિકોને સલામત રીતે સ્થળાંતર કરાવવા મામલતદાર એમ.ટી.ધનવાણી, તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ બી પરમાર, પોલીસ અધિકારીઓ તથા સંબંધીત ગામના સરપંચો મોડી રાત્રે આ તમામ ગામોએ ધસી ગયા હતા.
અને નાગરિકોને સ્થળાંતર કરાવી મોટી જાનહાની અટકાવી હતી તેમ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવવામાં આવ્યું છે.