સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી જનશતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચ ઉમેરાશે
12 ઓક્ટોબર થી અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસમાં એક વિસ્ટાડોમ કોચ ઉમેરવામાં આવશે.
પશ્ચિમ રેલવે દ્વારા સમ્માનીય મુસાફરોને વધુ સારો અનુભવ આપવા માટે અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસમાં 12 ઓક્ટોબર 2024 થી એક વિસ્ટાડોમ કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 20947/20950 અમદાવાદ-એકતાનગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં 12 ઓક્ટોબર 2024 થી એક વિસ્ટાડોમ કોચ ઉમેરવામાં આવશે. આ વિસ્ટાડોમ કોચમાં કાચની મોટી બારીઓ, કાચની છત, ફરતી બેઠકો અને ઓબ્ઝર્વેશન લાઉન્જ છે, જે મુસાફરોને બહારના સુંદર દૃશ્યોનો આનંદ માણી શકે છે. વિસ્ટાડોમ કોચમાં 44 મુસાફરોની બેઠક ક્ષમતા છે.
ટ્રેન નંબર 20947/20950 ના વિસ્ટાડોમ કોચ નું ટિકિટ બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલ્લું છે.
ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.