જન્માષ્ટમીએ જુગાર રમવા ગોવા- નેપાળ, થાઈલેન્ડ, દુબઈના બુકીંગ થયા
ગુજરાતીઓના શોખ અનેરાઃ ઘર આંગણે પોલીસ કાર્યવાહીથી બચવા ‘સેફ હેવન’ની શોધ
(એજન્સી)નવીદિલ્હી, જેમ જેમ જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહયા છે. તેમ ગુજરાતીઓ તેમના જુગાર મૈત્રીપુર્ણ્ વાતાવરણ માટે જાણીતા સ્થળોની મુસાફરી બુકીગના નોધપાત્ર વધારો થયો છે. ઘરે ઘરે જુગારની પ્રવૃત્તિઓ પર પોલીસની કડક કાર્યવાહીની બીકે ઘણા ઉત્સાહીઓ રાજયની બહાર અને દેશની બહાર પણ મુસાફરી કરવાનું પસંદ કરી રહયા છે.
રાજસ્થાન બોર્ડર, ગોવા, થાઈલેન્ડ, દુબઈ અને નેપાળ જેવા લોકન્યિ સ્થળો પોલીસ તપાસથી બચવા માટે જુગારીઓ માટે ટોચની પસંદગી તરીકે ઉતરી આવ્યા છે. ટ્રાવેલ એજન્ટો આ વર્ષે આ સ્થળો માટે બુકીગમાં વધારો અનુભવી તહેવારોના સમયગાળા દરમ્યાન જુગારીઓ ટ્રાવેલ એજન્ટસ ફેડરેશન ઓફ ઈન્ડીયા ગુજરાત ચેપ્ટરમાં અધ્યક્ષ રોનક શાહે જણાવ્યું હતું કે, ગુજરાતીઓ મુસાફરીના શોખીન છે. અમ ગોવા થાઈલેન્ડ, અને દુબઈ માટે બુકીગમાં વધારો જોઈ રહયા છીએ. આ પ્રવાસે સામાન્ય રીતે એક અઠવાડીયા સુધી ચાલે છે. અને તેમાં કૌટુંબીક રજાઓ અને સીગલ્સ માટે જૂથ બુકીગ બંનેનો સમાવેશ થાય છે.
આયોજકો જુગારના બજેટના આધારે કસ્ટમમાઈઝડ વ્યવસ્થાઓ ઓફર કરી રહયા છે. ટેબલ ગેમ્સ માટે રૂ.પ લાખ કે તેથી ઓછાની દાવ સાથે શહેરની આસપાસ આલીશાન એપાર્ટમેન્ટ બંગલા અઅને ફાર્મહાઉસની વ્યવસ્થા કરવામાં આવી છે. પ લાખ કે તેથી વધુના ઉચા દાવ માટે લકઝરી બસોના ઉપયોગ ખેલાડીઓને રાજસ્થાન બોર્ડર રતનપુર બોર્ડર અને નાથદ્વારા હાઈવે પર આવેલી હોટલ અને રીસોર્ટમાં લઈ જવા માટે કરવામાં આવે છે.
ઉદયપુર અને ગોવામાં વૈભવી રહેઠાણો સાથે રૂ.૧૦ લાખ અને તેથી વધુની કિમતની હાઈસ્ટેક ગેમ્સ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકો આ પ્રીમીયમ પેકેજો માટે મુસાફરી અને રહેઠાણ સહીતના તમામ ખર્ચને આવરી લે છે. આ જુગાર-મૈત્રીપુર્ણ સ્થળોની મુસાફરીની વધતી માંગને કારણે હવાઈ ભાડામાં નોધપાત્ર વધારો થયો છે.
ટ્રાવેલ એજન્ટ એસોસીઅશનના જણાવ્યા અનુસાર જન્માષ્ટમી સપ્તાહ માટે હવાઈ ભાડામાં રપ-૩૦% નો વધારો થયો છે. સુરક્ષીત અને અવિરત જુગારનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે ખેલાડીઓએ ભાગ લેતા પહેલા તેમના મોબાઈલ ફોન અને અન્ય અંગત વસ્તુઓ સબમીટ કરવી જરૂરી છે. આયોજકો જુગારના સત્ર દરમ્યાન મફત આવાસ, ભોજન અને આરામ આપે છે. આ સેવાઓ માટે આયોજકો દરેક રમત માટે ચોકકસ ફી વસુલ કરે છે.