જનેતાએ બે બાળકોને દૂધમાં ઝેર પીવડાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સુરત, દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતમાં સામુહિક આપઘાતના પ્રયાસની વધુ એક ઘટના સામે આવી છે. સચિનના પાલી ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં માટે બે બાળકોને ઝેરના પરખ કરાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે.
હાલ બાળકો અને માતા સારવાર હેઠળ છે. સૂત્રો અનુસાર પાલી ગામમાં મહિલાએ બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવ્યું હતું. માતા અને બે બાળકો મળી ત્રણેય ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્થાનિકો દ્વારા બનાવની જાણ થતા ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાયા હતા. અન્નું નામની મહિલાના બીજા લગ્ન થયા છે અને બાળકો પહેલા પતિના છે. ઘણાં સમયથી બીજાે પતિ પણ તેનાથી અલગ રહે છે.
હજુ સુધી સામુહિક આપઘાતના પ્રયાસ પાછળનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી જાેકે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં વેપારી પરિવારના સભ્યોના સામુહિક આપઘાતની ઘટનામાં ૭ લોકોના અપમૃત્યુનો મામલો તાજેતરમાંજ સામે આવ્યો હતો. SS3SS