સુંદર દેખાવા જાહ્નવી કપૂરને લેવી પડે છે અનોખી થેરેપી
મુંબઈ, બોલિવૂડની અભિનેત્રીઓ પોતાની સુંદરતાને કારણે જાણીતી હોય છે. સુંદર દેખાવા માટે આ અભિનેત્રીઓ લાખો રુપિયાનો ખર્ચ કરતી હોય છે. બોલિવૂડ સેન્સેશન જાહ્નવી કપૂરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અભિનેત્રી સુંદર દેખાવા માટે અનોખી થેરેપી કરતી જોવા મળે છે. ચાલો જાણીએ આ અનોખી થેરેપી વિશે. જાહ્નવી કપૂરના એ વીડિયોએ મનોરંજન ઉદ્યોગમાં ભારે ઉત્સુકતા અને ચર્ચા જગાવી છે. જણાવી દઈએ કે જાહ્નવી કપૂર આ વીડિયોમાં થેરેપી કરાવતી જોવા મળે છે.
ઇન્ટ્રાવેનસ થેરાપી, જેને ઘણીવાર “ડ્રિપ થેરાપી” તરીકે ઓળખવામાં આવે છે, તેણે માત્ર જાહ્નવી કપૂર જેવી સેલિબ્રિટીઓમાં જ નહીં પરંતુ વેલનેસ અને હેલ્થ કેર ક્ષેત્રે પણ લોકપ્રિયતા મેળવી છે. આ નવીન અને કાર્યક્ષમ સારવારમાં આવશ્યક વિટામિન્સ, પ્રવાહી અને અન્ય રોગનિવારક પદાર્થોને નસમાં સીધું લોહીના પ્રવાહમાં દાખલ કરવામાં આવે છે.
ઈન્ટ્રાવેનસ થેરપીને રિવાઈવ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આ એક પ્રકારની થેરાપી છે જેનાથી શરીર રિચાર્જ થાય છે. આ થેરાપીને વેલનેસ એક્સપીરિયન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ થેરાપી ત્વચાને ચમક અને શરીરને જરુરી પોષક તત્ત્વો આપે છે. આ થેરાપીથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.SS1MS