જાન્હવી, રાધિકા આપ્ટેએ પેરિસ ફેશનવીકમાં ડેબ્યુ કર્યું
મુંબઈ, ભારતીય સેલેબ્રિટીઝ આ વખતે પણ પેરિસ ફેશન વીકમાં છવાયેલાં રહ્યાં છે. રાધિકા આપ્ટે અને જાન્હવી કપુરે આ વર્ષે પેરિસ ફેશન વીકમાં ડેબ્યુ કર્યું છે તો પ્રિટી ઝિંટા અને સોનમ કપુરના લૂક પણ વખણાયા છે.
જાન્હવીએ આ વખતે રાહુલ મિશ્રાના હોતે કુટ્યોર શોમાં ભાગ લીધો હતો, તેને ચીઅર અપ કરવા માટે તેનો કહેવાતો બોયફ્રેન્ડ શિખર પહરિયા પણ પેરિસ પહોંચ્યો હોવાની તસવીરો અને અહેવાલો ફરતા થયા છે.
જાન્હવી કપુરે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તેણે રાહુલ મિશ્રાનો ‘ઓરા’ ડ્રેસ પહેર્યાે હતો આ એક બ્લેક સ્કર્ટ સેટ હતો. જેમાં એક પર્પલ શાઈનનો ડ્રામેટીક ટ્રેઇનવાળો મર્મેડ લૂક હતો. આ ડ્રેસ સાથે તેણે કોઈ વધારે એક્સેસરીઝ પહેરી નહોતી.
માત્ર ઇઅરિંગ્ઝ પહેરી હતી, જેથી ડ્રેસ લૂકનો સ્ટાર બની શકે. રાહુલ મિશ્રાએ આ ડ્રેસ સાથે ગ્લિટર પિંક આઈશેડો, બ્લેક વિંગ્ડ આઈલાઇનર, મસ્કરા , લેશીશ, ગાલ ને નાક પર ફ્રેકલ્સ તેમડ ન્યુડ લિપ્સ્ટીકવાળો લૂક પસંદ કર્યાે હતો. આ ફેશન શોમાં પ્રિટી ઝિંટા મહેમાન તરીકે ળંટ રોમાં હાજર રહી હતી.
તેણે રાહુલ મિશ્રાના સ્પ્રિંગ કલેક્શન ૨૦૨૪નો વ્હાઇટ ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યાે હતો, જેમાં સિકવન્સ વર્ક કરવામાં આવ્યું છે અને કોર્સેટ બોડિસ સાથે શીઅર સ્કર્ટ ધરાવતો બોડીકોન ફિટેડ ડ્રેસ પહેર્યાે હતો. સોનમ કપુર ડિઓરના હોતે કુટ્યોર ફોલ/ વિન્ટર ૨૦૨૪ શોમાં હાજર રહી હતી.
તેણે બ્›ન લેધર જેકેટ, વ્હાઇટ શર્ટ અને ગ્રે સ્કર્ટ પહેર્યું હતું. તેણે આ લૂકને પ્રિન્ટેડ ટાઇ સાથે સ્ટાઇલ કર્યાે હતો, સાથે તેણે સનગ્લાસ, બ્લેક મોજાં, વીંટીઓ, ઈઅરકફ સાથે બ્લેક એન્ડ વ્હાઇટ પંપ્સ શૂઝ પહેર્યા હતા. જ્યારે રાધિકા આપ્ટે વૈશાલી એસ કુટ્યોર શોકેસની શો સ્ટોપર રહી હતી. આ તેનો ડેબ્યુ શો હતો. રાધિકાએ એક્વેટિક કલરનો બીડવર્ક અને કાસ્કેડિંગ સ્કર્ટ અને ટ્રેઇન વાળો ડ્રેસ પહેર્યાે હતો.
રાધિકાએ આ ડ્રેસ સાથે એક સ્ટેટમેન્ટ ચોકર નેકલેસ પહેર્યું હતું અને વાળમાં ઉઁચી હેરસ્ટાઇલ સાથે એસેસરીઝ પહેરી હતી. તેણે આ ડ્રેસ સાથે ટ્રીપલ વિંગ્ડ આઇલાઇનર, ડાર્ક આઈબ્રોઝ, લેશીસ, ટીન્ટેડ ચીક્સ, ન્યુડ લિપસ્ટિક સાથેનો ગ્લેમ લૂક પસંદ કર્યાે હતો. ઉપરાંત ખુશી કપુર, સુહાના ખાન પેરિસ ફેશનવીકની રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા.SS1MS