જાહ્નવી ૨૨ વર્ષ મોટા અભિનેતા સૂર્યા સાથે સિરીઝમાં જોવા મળશે

મુંબઈ, બોલીવૂડમાં નિષ્ફળ જઇ રહેલી જાહ્નવી કપૂર સાઉથમાં ભાગ્ય અજમાવવા પહોંચી ગઇ છે. તેની કારકિર્દીની સાઉથના બીજા પ્રોજેક્ટમાં તે કામ કરવાની છે. કહેવાય છે કે, જાહ્નવી પોતાના કરતા ૨૨ વરસ વયમાં મોટા અભિનેતા સૂર્યા સાથે એક વેબ સીરીઝમા ંકામ કરવાની છે.
જોકે સત્તાવાર રીતે આ વિશે સ્પષ્ટતા કરવામાં આવી નથી. રિપોર્ટના અનુસાર, આ વેબ સીરીઝ રૂપિયા ૬૦૦ કરોડના બજેટમાં બે હિસ્સામાં બનાવવામાં આવવાની છે. જેમાં સૂર્યા કર્ણના રોલમાં જોવા મળવાનો છે.
રસપ્રદ છે કે, જાહ્નવીએ પોતાની પ્રથમ તમિલ ફિલ્મમાં દ્રોપદીની ભૂમિકા ભજવી છે. થોડા દિવસો પહેલા જ જાહ્નવીના પિતા બોની કપૂરે જાહ્નવી વિશે જણાવ્યું હતું કે, જાહ્નવી જલદી જ સૂર્યા સાથે અભિનય કરતી જોવા મળવાની છે. મારી પત્ની શ્રીદેવીએ પણ વિવિધ ભાષાઓમાં અભિનય કર્યાે છે, મને આશા છે કે મારી પુત્રી જાહ્નવી પણ માતાએ ચીતરેલા ચીલાને ચાલુ રાખશે.SS1MS