Western Times News

Gujarati News

પાણીમાં સ્ટંટ કરતી વખતે બેભાન થઈ જન્નત ઝુબૈર

મુંબઈ, સ્ટંટ આધારિત રિયાલિટી શો ખતરો કે ખિલાડી ૧૨નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ્‌સ એકથી એક ચડિયાતા સ્ટંટ કરી રહ્યા છે.

રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા ખતરો કે ખેલાડી ૧૨માં જન્નત ઝુબૈર સૌથી નાની ઉંમરની કન્ટેસ્ટન્ટ છે. Jannat Zubair fainted while stunting in the water

આટલી નાની ઉંમરમાં સ્ટંટ કરીને તે માત્ર કો-કન્ટેસ્ટન્ટ્‌સ જ નહીં રોહિત શેટ્ટી તરફથી પણ પ્રશંસા મેળવી રહી છે. જન્નત ઝુબૈરના ફેન્સ તેને રિયાલિટી શોમાં જાેવા માટે આતુર છે અને તેમને ખાતરી છે કે તે પોતાનું શ્રેષ્ઠ જ આપે છે. જાે કે, ખતરો કે ખિલાડી ૧૨નો જે નવો પ્રોમો સામે આવ્યો છે તેણે ફેન્સમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે.

ચેનલ દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ પર ખતરો કે ખિલાડી ૧૨નો નવો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. પ્રોમોમાં જન્નતને કેપટાઉનના રસ્તા પર સ્ટારની જેમ પોઝ આપતી જાેઈ શકાય છે.

ત્યારબાદ તેને પાણીમાં એક સ્ટંટ કરવાનું કહેવામાં આવે છે. તેને એક પ્લેક્સિગ્લાસ ટેન્કમાંથી પાણીમાં નાખવામાં આવે છે. તે ટાસ્ક કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તે બેભાન થઈ જાય છે. વીડિયોના અંતમાં સ્ટાફ દ્વારા તેને પૂલમાંથી બહાર કાઢવામાં આવે છે.

હવે આ રિયલમાં થયું કે માત્ર પ્રોમો માટે દેખાડવામાં આવ્યું તે શો જ્યારે ઓન-એર થશે ત્યારે ખબર પડશે. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરનારી જન્નત ઝુબૈર હંમેશા ફેન્સના દિલ જીતતી આવી છે. તે પોતાના પાત્ર અને તું આશિકી જેવી દૈનિક ધારાવાહીક સીરિયલમાં કામ કરવા માટે જાણીતી છે. નાની કન્ટેસ્ટન્ટ હોવાથી તેને સેટ પર બધા ‘છોટા પેકેટ બડા ધમાકા’ કહીને બોલાવે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હોસ્ટ રોહિત શેટ્ટીએ શોમાં એક્ટ્રેસને ઓબ્ઝર્વ કરી હતી અને તેને સીઝનની ‘બેબી શાર્ક’ કહીને વખાણ કર્યા હતા. ખતરો કે ખિલાડી ૧૨માં જન્નત ઝુબૈર સિવાય શિવાંગી જાેશી, રુબીના દિલૈક, શ્રૃતિ ઝા, મુનવર ફારુકી, કનિકા માન, પ્રતીક સહજપાલ, મોહિત મલિક, તુષાર કાલિયા, ચેતના પાંડે, રાજીવ અડાતિયા, નિશાંત ભટ્ટ કન્ટેસ્ટન્ટ્‌સ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.