ધર્મા પ્રોડક્શન સાથે કામ કરવાની જન્નત ઝુબૈરને આખરે તક મળી

મુંબઈ, ફિલ્મમેકર કરણ જાેહર અત્યારે કોફી વિથ કરણ ૭ સિવાય પોતાની અપકમિંગ ફિલ્મ રૉકી ઔર રાની કી પ્રેમ કહાનીને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ લીડ રોલમાં છે. આ સિવાય જય બચ્ચન, શબાના આઝમી, ધર્મેન્દ્ર જેવા દિગ્ગજાે પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળશે.
તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે આ બિગ બજેટ ફિલ્મમાં ટીવીના પોપ્યુલર સ્ટાર્સની પણ એન્ટ્રી થઈ છે. કુમકુમ ભાગ્યની પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યા અને અર્જુન બિજલાણીના નામ સામે આવ્યા હતા. અને હવે એમ લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયા સ્ટાર અને અભિનેત્રી જન્નત ઝુબૈરની પણ ટીમમાં એન્ટ્રી થઈ છે.
અર્જુન બિજલાણી અને શ્રદ્ધા આર્યાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને જાણકારી આપી હતી કે તે કરણ જાેહરની અપકમિંગ ફિલ્મ રૉકી ઔર રાની કી પ્રેમ કહાનીનો ભાગ બનશે. માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં તે કેમિયો રોલમાં જાેવા મળશે.
ઉલ્લેખનીય છે કે જન્નત ઝુબૈર અત્યારે ખતરોં કે ખિલાડીની ૧૨મી સિઝનમાં જાેવા મળી રહી છે. અને હવે તેને આ એક મોટો પ્રોજેક્ટ મળી ગયો છે.
જન્નત ઝુબૈરે ઈન્સ્ટાગ્રામ પર આ મોટા સમાચારની હિંટ આપી છે. તેણે સ્ટોરીમાં એક નાની ક્લિપ શેર કરી છે, જેના પરથી જાણકારી મળે છે કે તે ધર્મા પ્રોડક્શન સાથે પ્રોજેક્ટ કરવા જઈ રહી છે. ફિલ્મમાં તેનો શું રોલ હશે, તે બાબતે કોઈ માહિતી નથી મળી.
ક્લિપમાં જાેઈ શકાય છે કે જન્નતે એક મગનો વીડિયો મૂક્યો છે, જેના પર લખેલું છે ધર્મા ૨.૦. આ સિવાય વેનિટીમાં તે તૈયાર થઈ રહી હતી તે વીડિયો પણ શેર કર્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ખતરોં કે ખિલાડી પછી જન્નત ઝુબૈરને બિગ બોસ ૧૫ની ઓફર મળી હતી. પરંતુ તેણે આ ઓફર સ્વીકારી નહોતી.
જન્નતનું માનવું છે કે આ શૉ તેના માટે નથી. અત્યારે તે ખતરોં કે ખિલાડીમાં બાકી કન્ટેસ્ટન્ટ્સને ટક્કર આપતી જણાઈ રહી છે. હવે શૉમાં તે ક્યાં સુધી આગળ જશે તે સમયની સાથે જ જાણવા મળશે. જન્નત ઝુબૈર ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણો પોપ્યુલર ચહેરો છે. તેણે કાશી અબ ન રહે તેરા કાગઝ કોરા, ભારત કે વીરપુત્ર મહારાણા પ્રતાપ, સિયાસત જેવા શૉમાં કામ કર્યુ હતું.SS1MS