મોટા સુપરસ્ટારથી ઓછી નથી જન્નત ઝુબૈરની કમાણી
મુંબઈ, સોશિયલ મીડિયા ક્વીન અને લોકપ્રિય ટીવી અભિનેત્રી જન્નત ઝુબૈર કોઈ પરિચયની જરૂર નથી. જન્નત હવે ૨૨ વર્ષની છે. જન્નત ઝુબૈર પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર આજે અમે તેના ફેન્સને આ સ્ટોરીમાં જણાવીશું કે જન્નત ઝુબેરની કમાણી કોઈ મોટા સુપરસ્ટારથી ઓછી નથી.
અભિનેત્રી તેની માત્ર એક ઇન્સ્ટા પોસ્ટથી લાખો રૂપિયા કમાય છે. જન્નત ઝુબૈરના ચાહકોની સંખ્યા કરોડોમાં છે, તેની કારકિર્દી ખૂબ જ નાની ઉંમરમાં શરૂ થઈ હતી. તેણે સોશિયલ મીડિયાની દુનિયામાં પણ પોતાનો મજબૂત ફેનબેસ બનાવ્યો છે. સોશિયલ મીડિયા સ્ટાર હોવા ઉપરાંત તેણે ટીવીમાં પણ ઘણું નામ કમાવ્યું છે.
ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની વાત કરીએ તો, જન્નતના ૪૬ મિલિયન ફોલોઅર્સ છે અને અન્ય પ્લેટફોર્મ પર લાખો ફોલોઅર્સ છે. ફુલવા સિરિયલ બાદ તે ઘણી ફિલ્મોમાં પણ જાેવા મળી છે. તેની શરૂઆતની કારકિર્દી વિશે વાત કરીએ તો, જન્નતે ૯ વર્ષની ઉંમરે મેડિકલ રોમાન્સ દિલ મિલ ગયેથી કરી હતી.
ભલે તેમાં તેનો રોલ એક એપિસોડનો હતો, પરંતુ તે પછી તે ઘણા શોમાં પણ જાેવા મળી. એક રિપોર્ટ અનુસાર, જન્નત ઝુબૈર માત્ર ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને ૧.૫૦ લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. આ ૨૨ વર્ષની અભિનેત્રીની કુલ સંપત્તિ ૨૫ કરોડ રૂપિયા છે.
રિપોર્ટ્સ અનુસાર, જન્નત ઝુબેર દર મહિને ૨૫ લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ જ કારણ છે કે તેના ફેન્સ હંમેશા જાેડાયેલા રહે છે. જન્મદિવસના અવસર પર જન્નતે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. જેના પર ચાહકો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.SS1MS