Western Times News

Gujarati News

બ્રિટન અને ઈટાલી સાથે મળીને જાપાન ફાઈટર એરક્રાફ્ટને વિકસાવી રહ્યું છે

પ્રતિકાત્મક

શાંતિવાદી સિદ્ધાંતોને પાછળ છોડીને જાપાન પોતાના ફાઈટર પ્લેન વેચવા તૈયાર

(એજન્સી)ટોકયો, જાપાને એક મોટો નિર્ણય લીધો છે. આ પહેલીવાર છે જ્યારે જાપાને તેના શાંતિવાદી સિદ્ધાંતોને છોડીને ફાઇટર એરક્રાફ્ટ વેચવાનો નિર્ણય લીધો છે. જાપાન અન્ય દેશોની સાથે બ્રિટન અને ઈટાલી સાથે મળીને તેના ફાઈટર એરક્રાફ્ટને વિકસાવી રહ્યું છે. આ નિર્ણય બાદ જાપાન સંયુક્ત ફાઈટર જેટ પ્રોજેક્ટમાં તેની ભૂમિકા સુનિશ્ચિત કરશે.

જાપાનની કેબિનેટે શસ્ત્રો સાધનોની માર્ગદર્શિકામાં સુધારાને પણ સમર્થન આપ્યું હતું. આનાથી અન્ય દેશોને ફાઇટર એરક્રાફ્ટ સહિતના ઘાતક હથિયારોના વેચાણની મંજૂરી મળશે. તમને જણાવી દઈએ કે આ પહેલા જાપાનમાં શાંતિવાદી બંધારણ હેઠળ હથિયારોની નિકાસ પર પ્રતિબંધ હતો. હવે તેણે ચીન સાથે વધી રહેલા વૈશ્વિક તણાવ વચ્ચે આ પગલું ભર્યું છે.

હાલમાં, જાપાન અમેરિકા દ્વારા ડિઝાઇન કરાયેલા એફ-૨ ફાઇટર પ્લેન અને બ્રિટન દ્વારા ઉપયોગમાં લેવાતા યુરોફાઇટર ટાયફૂનને બદલવા માટે નવી ટેક્નોલોજી ફાઇટર પ્લેન તૈયાર કરી રહ્યું છે. ઇટાલી અને બ્રિટન આ કામમાં જાપાનને સહકાર આપી રહ્યા છે. આ એક્શન પ્લાનને ગ્લોબલ કોમ્બેટ એર પ્રોગ્રામ નામ આપવામાં આવ્યું છે, જેનું મુખ્ય મથક બ્રિટનમાં છે.

અગાઉ જાપાન હ્લ-ઠ નામની સ્થાનિક ડિઝાઇન પર કામ કરી રહ્યું હતું. જાપાનને આશા છે કે રશિયા અને ચીન સામે વધી રહેલા તણાવ વચ્ચે તેના દ્વારા વિકસિત નવું એરક્રાફ્ટ અદ્યતન હથિયાર સાબિત થશે.જાપાનની કેબિનેટે પણ શસ્ત્રો અને ટેકનોલોજી ટ્રાન્સફર માર્ગદર્શિકામાં સુધારાને સમર્થન આપ્યું છે. આનાથી અન્ય દેશોને ઘાતક હથિયારોના વેચાણની મંજૂરી મળશે.

જાપાને તેના શાંતિવાદી બંધારણ હેઠળ લાંબા સમયથી શસ્ત્રોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ ચીન સાથે વધતા પ્રાદેશિક અને વૈશ્વિક તણાવ વચ્ચે દેશે ઝડપથી કાર્યવાહી કરી છે. જેટ વેચવાના નિર્ણયથી જાપાન પ્રથમ વખત અન્ય દેશોમાં ઘાતક હથિયારોની નિકાસ કરી શકશે.

હકીકતમાં, બીજા વિશ્વયુદ્ધના કારણે થયેલા વિનાશને કારણે, જાપાને એક બંધારણ બનાવ્યું હતું. આ બંધારણ હેઠળ જાપાને લશ્કરી સાધનો અને ઘાતક શસ્ત્રોની તમામ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે જ્યારે જાપાને આ બંધારણમાં સુધારો કર્યો ત્યારે વિરોધીઓએ વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સરકારની ટીકા કરી છે. ત્યારે સરકારે ખાતરી આપી હતી કે હાલમાં સુધારેલી માર્ગદર્શિકા માત્ર ફાઈટર એરક્રાફ્ટને જ લાગુ પડે છે. સંભવિત ખરીદદારો પણ ૧૫ દેશોમાંથી હશે જેની સાથે જાપાને સંરક્ષણ ભાગીદારીના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. આ ફેરફારથી જાપાન માટે અમેરિકા દ્વારા ડિઝાઈન કરેલી પેટ્રિઓટ મિસાઈલો અમેરિકાને વેચવાનો રસ્તો સાફ થઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.