શરીરના વિવિધ સાંધાના દુખાવાની સર્જરી-ટાંકા વિના જાપાનીઝ ટેકનીકની મેજીકલ ફોર્મ્યુલાથી શક્ય બનશે
અમદાવાદ, બેન્કર્સ વાસ્કયુલર હોસ્પિટલ’ ના ડાયરેકટર ડો.મોહલ બેન્કર જણાવે છે કે, ઘુંટણ, કોણી, ખભો અને પગની એડી સહિત શરીરના વિવિધ સાંધાની તકલીફમાં હવે સર્જરી કે ટાંકા લેવાની જરૂર નથી. અમારી હોસ્પિટલમાં જાપાનીઝ ટેકનીકની મેજીકલ ફોર્મ્યુલાથી ટાંકા અને સર્જરી વિના સારવારથી દર્દી દર્દમુક્ત બની શકે છે
સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ આ સારવાર અમારી હોસ્પિટલે શરૂ કરી છે. જેનો ૫૦૦થી વધુ દર્દીએ લાભ લઇને દર્દમુક્ત બન્યાં છે. તેમજ છે. આ ટેકનીક જાપાનીઝ વેરિકોઝ વેઇનની સારવાર તાજેતરમાં બોલીવુડની હિરોઇન તાપસી પન્નુએ કરાવ્યાં બાદ વધુ પ્રચલિત થઇ છે, પરંતુ, અમે આ સારવાર ઘણાં વર્ષોથી કરીએ છીએ અને ઘણાંય દર્દીને સારવારથી સ્વસ્થ કર્યા છે.
એટલું જ નહિ, દર્દીને સારવાર બાદ એક જ દિવસમાં રજા અપાતી હોવાથી હોસ્પિટલમાં રોકાવાની જરૂર રહેતી નથી. તેમજ સર્જરી કરતાં જાપાનીઝ ટેકનીકની મેજીકલ ફોર્મ્યુલાથી થતી સારવારનો ખર્ચ ૫૦ ટકા જેટલો ઓછો થતાં હોવાથી દર્દીના સમય અને નાણાંનો બચાવ થાય છે.
તેમજ વેરીકોઝ વેઇનની તકલીફમાં કોઇપણ કાપો કે ટાંકા વિના અત્યાધુનિક ટેકનીક ઉપલબ્ધ છે. અમારી હોસ્પિટલ અમદાવાદ ઉપરાંત ભાવનગર, રાજકોટ, સુરત, હિંમતનગર, મહેસાણા, વડોદરા, આણંદ, દાહોદ અને ભુજમાં શાખા છે. આ સંદર્ભમાં ૨૦ નવેમ્બરના રોજ બેન્કર્સ વાસક્યુલર હોસ્પિટલ દ્વારા હેલ્થ ઓન હોસ્પિટલમ ખાતે ‘મેજીકલ ફોર્મ્યુલા-૨૦૨૨’ કોન્ફરન્સ યોજાશે.
જેમાં વિશ્વ વિખ્યાત જાપાનના ઇન્ટરનેશનલ રેડિયોલોજીસ્ટ ડો. કેઇશી ફુઝીકાવા સહિત નિષ્ણાત ડોકટરો ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સમાં જાેઇન્ટ પેઇન અને વેરીકોઝ વેઇન્સ વિષે વિવિધ વિભાગના ડોકટર્સને જાણકારી આપવામાં આવશે.