જાપાનની બુલેટ ટ્રેન જશે ચંદ્ર સુધી, રચાશે પૃથ્વી જેટલું જ ગુરુત્વાકર્ષણ

નવી દિલ્હી, જાપાન બહુ મોટી યોજના પર કામ કરવા જઈ રહ્યું છે. તે પૃથ્વી પરથી બુલેટ ટ્રેન દોડાવશે, જે લોકોને ચંદ્ર પર લઈ જશે. આ ટ્રેન પહેલા ચંદ્ર પર જશે. આમાં જાે સફળતા મળશે તો બાદમાં તેને મંગળ સુધી લઇ જવામાં આવશે. આ સિવાય મંગળ પર ગ્લાસ હેબિટેટ બનાવવાની પણ યોજના છે. એટલે કે, મનુષ્યો કૃત્રિમ અવકાશમાં વસવાટ કરશે, જેનું વાતાવરણ પૃથ્વી જેવું જ રચવામાં આવશે.
આર્ટિફિશિયલ સ્પેસ હેબિટેટમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે એવું ગુરુત્વાકર્ષણ અને વાતાવરણ હોય કે જેથી મનુષ્યના સ્નાયુઓ અને હાડકાં નબળા ન પડે. સામાન્ય રીતે ઓછી ગુરુત્વાકર્ષણવાળી જગ્યાએ સ્નાયુઓ અને હાડકાં નબળા પડી જાય છે.
આશ્ચર્યની વાત એ છે કે અમેરિકા ફરી ચંદ્ર પર જઈ રહ્યું છે,ચીન મંગળની શોધ કરી રહ્યું છે. રશિયા અને ચીન સંયુક્ત રીતે ચંદ્ર પર જવા માટે સંયુક્ત મિશનની યોજના બનાવી રહ્યા છે. ત્યારે, જાપાને બુલેટ ટ્રેન અને કૃત્રિમ હેબિટેટની યોજના બનાવી લીધી છે.
આ રીતે, માનવી માટે ટૂંક સમયમાં અન્ય ગ્રહ પર જઈને રહેવું સરળ બનશે. કાચની એક એટલી મોટી કૉલોની હશે જેમાં માણસો રહેશે. આ કૉલોની ચંદ્ર અને મંગળ પર બનાવવામાં આવશે. તેમાંથી બહાર જવા માટે તમારે સ્પેસસુટ પહેરવો પડશે.પરંતુ અંદર રહેવા માટે કદાચ ન પહેરવો પડે.
પરંતુ અહીં સ્નાયુઓ અને હાડકાં એટલા નબળા નહીં પડી જાય જેટલા ખુલ્લામાં રહેવાથી થયા હોત. અહીં બાળકો પેદા કરવા કેટલું મુશ્કેલ હશે તે કહેવું શક્ય નથી, કારણ કે અત્યાર સુધી આ કામ અંતરિક્ષમાં થયું નથી. વૈજ્ઞાનિકોને અપેક્ષા છે કે ૨૧મી સદીના ઉત્તરાર્ધમાં મનુષ્ય ચંદ્ર અને મંગળ પર રહેવાનું શરૂ કરશે. તેનું આયોજન ક્યોટો યુનિવર્સિટી અને કાજીમા કન્સ્ટ્રક્શન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.
કાચની શંકુ આકારની રહેવાની વ્યવસ્થા હશે. જેમાં કૃત્રિમ ગુરુત્વાકર્ષણ હશે. જાહેર પરિવહનની વ્યવસ્થા કરવામાં આવશે. બાગ બગીચા હશે. નદીઓ અને પાણીના સ્ત્રોત હશે. એ દરેક વસ્તુ હશે જે મનુષ્યને જીવવા માટે જરૂરી છે. આ ઇમારત લગભગ ૧૩૦૦ ફૂટ લાંબી હશે.તેનો પ્રોટોટાઈપ વર્ષ ૨૦૫૦ સુધીમાં તૈયાર થઈ જશે. આખરી વર્ઝન બનાવવામાં લગભગ એક સદી લાગી શકે છે.
ચંદ્ર પરની ગ્લાસ કોલોનીનું નામ લુનાગ્લાસ અને મંગળ પરની કોલોનીનું નામ માર્સગ્લાસ રાખવામાં આવશે. આ સિવાય ક્યોટો યુનિવર્સિટી અને કાજીમા કન્સ્ટ્રક્શન મળીને સ્પેસ એક્સપ્રેસ નામની બુલેટ ટ્રેન બનાવવા જઈ રહ્યા છે.
જે પૃથ્વી પરથી ચંદ્ર પર થઈને મંગળ પર જશે. તે ઇન્ટરપ્લેનેટરી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ હશે. જેને હેક્ઝાટ્રેક નામ આપવામાં આવ્યું છે. હેક્સાટ્રેક લાંબા અંતરની અવકાશ યાત્રામાં પણ ૧ય્ ની ગુરુત્વાકર્ષણ જાળવી રાખશે.SS1MS