Western Times News

Gujarati News

જસદણના આંબરડીની હોસ્ટેલમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ગૃહપતિ, આચાર્ય વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ

આ ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે અને લોકોમાં રોષ ફેલાયો છે

રાજકોટ,
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આંબરડીમાં આવેલી હોસ્ટેલમાં વિદ્યાર્થીના જાતીય શોષણની ઘટના સામે આવી છે. હોસ્ટેલના ગૃહપતિ કિશનભાઈ ગાંગળિયા અને આચાર્ય રત્ના રાઘવાણીએ ૧૪ વર્ષના સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.ગૃહપતિ કિશનભાઈ તેને હોસ્ટેલના એક જર્જરિત રૂમમાં લઈ જતા હતા અને ત્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હતા. વિદ્યાર્થીએ આ અંગે આચાર્ય રત્ના રાઘવાણીને ફરિયાદ કરી તો તેમણે ગૃહપતિને રોકવાના બદલે પોતે પણ વિદ્યાર્થીનું શોષણ કર્યું હતું. પીડિત વિદ્યાર્થીએ આ સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારને કરતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યાે હતો.

પોલીસે વિદ્યાર્થીનું નિવેદન નોંધીને બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યાે છે.વિદ્યાર્થીના પરિવારે હોસ્ટેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, હોસ્ટેલમાં ૫-૬ વિદ્યાર્થીઓને અલગ રૂમમાં રાખવામાં આવે છે, જ્યાં ગૃહપતિ રાત્રે ૧૦ વાગ્યા પછી તેમની સાથે અભદ્ર વર્તન કરે છે. વિદ્યાર્થીઓને જબરદસ્તીથી પાન-મસાલા ખવડાવવામાં આવે છે અને ઇનકાર કરનારને માર મારવામાં આવે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ પાસે કપડાં પણ ધોવડાવવામાં આવે છે. જ્યારે આ અંગે આચાર્યને ફરિયાદ કરવામાં આવી, ત્યારે તેમણે કોઈ કાર્યવાહી કરવાના બદલે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે અને લોકોમાં રોષ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.