Western Times News

Gujarati News

જસદણથી છ મહિના પહેલા ગુમ થયેલી મહિલા સિંગાપોરથી મળી

પોલીસે હની અને નિહારની પરિવાર સાથે વાત કરાવી હની અને નિહારે પરિવારને મેરેજ સર્ટિફિકેટ પણ બતાવ્યું

રાજકોટ,  થોડા મહિના પહેલા રાજકોટના જસદણમાં રહેતી એક મહિલા પોતાના ઘરેથી જ ગુમ થઈ હતી. હવે છ મહિના બાદ આ મહિલાની ભાળ મળી આવી છે. મહિલા સિંગાપોરમાં રહે છે. ૫ જુલાઈએ હની હિરપરા કોઈને કશું પણ કીધા વિના પોતાના ઘરેથી ચાલી ગઈ હતી અને પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા અમરેલી પહોંચી હતી.

જે બાદ હનીના વ્યવસાયે ખેડૂત પિતા સુરેશ હિરપરાએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે રાજકોટ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (ર્જીંય્) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ર્જીંય્ને જાણવા મળ્યું કે, હની હિરપરા પોતાના પ્રેમી નિહાર વેકરિયા સાથે ૫ જુલાઈએ જ પરણી ગઈ હતી અને તેઓ સિંગાપોર જવા રવાના થયા હતા.

ઉલ્લેખનીય છે કે, નિહાર વેકરિયા અંબારડી ગામનો વતની છે. ટેક્નિકલ સૂત્રોનો ઉપયોગ કરીને એસઓજીની ટીમે કપલનું સિંગાપોરનું એડ્રેસ અને નંબર શોધી કાઢ્યા હતા.

“નિહાર અને હનીની વાત અમે વિડીયો કૉલ થકી તેમના પરિવારો સાથે કરાવી હતી. હની સાથે વાત કર્યા પછી તેના પિતાને ટાઢક વળી હતી કે, તે સિંગાપોરમાં રાજી-ખુશીથી રહે છે”, તેમ તપાસનીશ એસઓજી અધિકારી રણજીતસિંહ ધાંધલે જણાવ્યું. “બધું જ પૂર્વ આયોજિત હતું.

કપલે પાસપોર્ટ અને એજ્યુકેશન વિઝા લઈ રાખ્યા હતા કારણકે નિહાર સિંગાપોરમાં કેફે મેનેજમેન્ટનો કોર્સ કરવા માગતો હતો. કપલે તેમના માતાપિતાને જણાવ્યું કે, આગામી બે વર્ષ સુધી તેમનું આયોજન સિંગાપોરમાં જ રહેવાનું છે”, તેમ ઓફિસરે ઉમેર્યું.

કપલે પરિવારને ખાતરી થાય તે માટે તેમનું મેરેજ સર્ટિફિકેટ પણ બતાવ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે, બંનેના પરિવારોને ખબર હતી કે, તેઓ સિંગાપોરમાં છે પરંતુ તેમણે પોલીસને જાણ ના કરી. એવું પણ માલૂમ પડ્યું છે કે, માતાપિતાને ખબર હોવા છતાં તેમણે પોલીસની આ વાતે અંધારામાં રાખ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.