Western Times News

Gujarati News

અમદાવાદના જશોદાનગરમાં પ્રાથમિક સુવિધા ન મળતા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો

ઘરે-ઘરે લોકોને પાણીના ફાંફા

પાણી માટે પાઇપલાઇન નાંખી હતી પરંતુ હજૂ સુધી અમને નળ કનેક્શન પણ મળ્યા નથી: મહિલાઓ

અમદાવાદ, અમદાવાદને એક તરફ સ્માર્ટ સિટી કહેવાય છે પરંતુ અમુક વિસ્તારોમાં એકદમ ગ્રામ્ય કક્ષાની સુવિધાઓ છે. અમદાવાદના પોશ વિસ્તારમાં જાેરદાર વિકાસ થઇ રહ્યો છે પરંતુ છેવાડાના વિસ્તારોમાં લોકો હજૂ પણ રોડ, ગટર અને પાણી માટે વલખા મારી રહ્યાં છે. Jashodanagar locals expressed their anger for not getting basic facilities

અમદાવાદના જશોદાનગર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં હજૂ પણ પીવાના પાણી, સ્ટ્રીટ લાઇટ અને રોડની સમસ્યા વંચિત છે, જેને લઇ જનપ્રતિનિધિઓ પણ ધ્યાન આપતા ન હોવાથી સ્થાનિકોમાં ભારેભાર રોષ જાેવા મળી રહ્યો છે.

અમદાવાદના જશોદાનગર ચોકડી નજીકની કેટલીક સોસાયટીઓમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જાેવા મળી રહ્યો છે. સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, અમે ટેક્સ ભરીએ છીએ ત્યારે અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં પીવાના પાણી માટે નળ કનેક્શન, સારા રોડ, સ્ટ્રીટ લાઇટો અને સફાઇ જેવી સુવિધાઓ મળે છે પરંતુ અમને આ પ્રકારની કોઇ પ્રાથમિક સુવિધાઓ વર્ષો વિત્યા બાદ પણ મળી રહીં નથી.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, જનપ્રતિનિધિઓ પણ જવાબ આપતા નથી જ્યારે રોડની રજૂઆત લઇને મનપાના અધિકારીઓ પાસે જઇએ છીએ તો અમને ડામર ન હોવાનો જવાબ મળે છે જ્યારે પાછળની બાજૂમાં કોર્પોરેટરનું ઘર હોવાથી ત્યા ડામર ન હોવા છતા રોડ બની રહ્યો છે.

પીવાનું પાણી ન મળતુ હોવાથી મહિલાઓમાં પણ રોષ જાેવા મળી રહ્યો છે. મહિલાઓએ જણાવ્યુ હતુ કે, કેટલાય સમય પહેલા તંત્ર દ્વારા પીવાના પાણી માટે પાઇપલાઇન નાંખી હતી પરંતુ હજૂ સુધી અમને નળ કનેક્શન પણ મળ્યા નથી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.