જૈસ્મીન ભસીનને જલપરી બનીને ચાલવુ અઘરું પડ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/03/Jasmin-Bhasin.webp)
મુંબઈ, ટીવી એક્ટ્રેસ જૈસ્મીન ભસીન ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગની સાથે-સાથે ક્યૂટ અંદાજ માટે જાણીતી છે. જૈસ્મીનની ક્યૂટનેસ પર લાખો લોકો દીવાના છે. લોકો એની દરેક અદાઓ પર ફિદા થઇ જાય છે. આટલું જ નહીં એક્ટ્રેસની ડ્રેસિંગ સેન્સ પણ લાજવાબ હોય છે.
જૈસ્મીન જે પણ પહેરે છે એમાં કમાલની લાગે છે. એક્ટ્રેસ એની ક્યૂટનેસ અને ડ્રેસિંગ સેન્સને કારણે અનેક વાર ટ્રોલ થતી હોય છે. જો કે હાલમાં જસ્મીનને જલપરી બનવું અઘરું પડ્યું છે. જલપરીમાં એક્ટ્રેસને ચાલવાના પણ ફાંફા પડી ગયા છે. જૈસ્મીન ભસીને હાલમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં એકટ્રેસનો લુક છવાઇ ગયો છે. જૈસ્મીન ભસીને એવા કપડા પહેર્યા કે લોકો જોતા રહી ગયા.
આ ઇવેન્ટમાં એક્ટ્રેસે જલપરી લુક કેરી કર્યો હતો. આ ઇવેન્ટમાં જૈસ્મીને બ્લૂ કલરનો મસ્ત ડ્રેસ પહેર્યો હતો જેમાં નીચ નેટમાં ફ્રિલનું વર્ક કર્યુ હતુ.
એક્ટ્રેસે આ ડ્રેસમાં પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે વાળને બાંધી દીધા છે. જલપરીના લુકમાં એક્ટ્રેસે હેર બાંધ્યા છે અને એની સાથે-સાથે ગળામાં કોઇ એસેસરીઝ પહેરી નથી અને કાનમાં ઇયરરિંગ્સ પહેરી છે. આમાં એક્ટ્રેસ મસ્ત લાગી રહી છે, પરંતુ હાલમાં ટ્રોર્લ્સના નિશાન પર ચડી ગઇ છે. જૈસ્મીન ભસીને ઘાંસૂ લુકમાં પૈપરાઝીને એકથી એક ચઢિયાતા પોઝ આપ્યા. એક્ટ્રેસની એક-એક અદાઓ પર ફેન્સ ફિદા થઇ ગયા છે.
એક્ટ્રેસનો આ લુક સોશિયલ મિડીયામાં છવાઇ ગયો છે. એક્ટ્રેસ પૈપરાઝીને એકથી એક હટકે પોઝ આપી રહી છે. આ ડ્રેસમાં જૈસ્મીન ભસીન ખૂબ સુંદર લાગી, પરંતુ એક્ટ્રેસને આમાં ચાલવાના ફાંફા પડી ગયા હતા. જૈસ્મીન આ ડ્રેસમાં હટકે લાગી રહી હતી.
જો કે ટ્રોર્લ્સે એક્ટ્રેસને આડે હાથે લીધી છે. જૈસ્મીન ભસીન આ ડ્રેસમાં કોઇની મદદ વગર ચાલી શકે એમ નથી. એક્ટ્રેસનો આ લુક ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જૈસ્મીન ભસીનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ડ્રેસથી કંટાળીને હાથમાં પકડવાની કોશિશ કરી રહી છે.
એક્ટ્રેસ ચાલને કારણે ટ્રોલ થઇ રહી છે. એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યુ છે કે નગર નિગમ રોડ સફાઇ મશીન. જ્યારે બીજા યુઝર્સે આ શું ફેશન છે, જેમાં ચાલી પણ ના શકો..આ રીતની અનેક યુઝર્સે કોમેન્ટ્સ કરી છે.SS1MS