જાસ્મિન ભસીને મિત્રો સાથે ઉજવ્યો જન્મદિવસ
મુંબઈ, બિગ બોસ ૧૪ ફેમ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ચુલબુલી એક્ટ્રેસ જાસ્મિન ભસીનનો ૨૮ જૂન બર્થ ડે હતો. એક્ટ્રેસ ૩૨ વર્ષની થઈ ગઈ છે. તેણે સોમવારે મોડી રાતે બોયફ્રેન્ડ અલી ગોની અને અંગત મિત્રો સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો અને ઘણી બધી યમ્મી કેક કટ કરી હતી.
જાસ્મિન ભસીનની બર્થ ડે પાર્ટીમાં રાહુલ વૈદ્ય, તેની પત્ની દિશા પરમાર, અંકિતા લોખંડે, પતિ વિકી જૈન, પૂર્વા રાણા, ક્રિષ્ના મુખર્જી સહિતના મિત્રો આવ્યા હતા. પાર્ટીમાં ‘બર્થ ડે ગર્લ’ જાસ્મિન ભસીને બ્લેક કલરનો વન શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો અને ખૂબ ડાન્સ કર્યો હતો.Jasmine Bhasin celebrated her birthday with friends
બર્થ ડે પર તેને બોયફ્રેન્ડ તરફથી શ્રેષ્ઠ ભેટ પણ મળી, જેની ઝલક તેણે ફેન્સને દેખાડી છે. એક્ટ્રેસના બર્થ ડે સેલિબ્રેશનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં, જાસ્મિન ભસીનને કેક કટ કરતાં પહેલા ડાન્સ કરતી જાેઈ શકાય છે. તે મિત્રોથી ઘેરાયેલી છે. તેનો બોયફ્રેન્ડ પણ બાજુમાં ઉભો છે. ટેબલ પર ત્રણ બર્થ ડે કેક પડી છે, તેની મેઈન કેક પર્પલ અને વ્હાઈટ કલરની છે.
કેકની ઉપર પર્પલ ક્રાઉન લગાવેલો છે. જાસ્મિન ભસીને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અલી ગોનીએ આપેલી ગિફ્ટની ઝલક દેખાડી છે. તેણે ડાયમંડ ઈયરરિંગ્સ બોક્સનો વીડિયો મૂક્યો છે અને બોયફ્રેન્ડને ટેગ કર્યો છે સાથે જ સુંદર ભેટ આપવા માટે તેનો આભાર પણ માન્યો છે.
જાસ્મિન ભસીનને વિશ કરતાં અલી ગોનીએ એક સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. સાથે લખ્યું છે ‘તું હી હૈ સબ કુછ તું નહીં તો કુછ ભી નહીં. મારી હંમેશા માટેની બેસ્ટફ્રેન્ડ અને સાથીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. અલ્લાહ તને બધી ખુશીઓ આપે, કારણ કે તું તેની હકદાર છે’.
પોસ્ટ પર કોમેન્ટ કરતાં જાસ્મિને ‘આભાર’ લખ્યું છે અને રેડ હાર્ટ ઈમોજી મૂક્યા છે. જાસ્મિન ભસીન અને અલી ગોની ઘણા વર્ષથી સારા મિત્રો હતા. પરંતુ પ્રેમનો અહેસાસ બિગ બોસના ઘરમાં થયો હતો. ખાસ કરીને જ્યારે જાસ્મિન શોમાંથી બહાર થઈ ત્યારે અલી ભાંગી પડ્યો હતો. ત્યારબાદ બંનેએ એકબીજા પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો હતો. શરૂઆતમાં જાસ્મિનના પિતાને આ સંબંધો સામે વાંધો હતો.
પરંતુ હવે બધું ઠીક થઈ ગયું છે. બંને એકબીજાના પરિવાર સાથે હળીભળી ગયા છે અને ઘણીવાર ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતાં જાેવા મળે છે.SS1MS