જાવેદ જાફરીની દીકરીએ શેર કરી પોતાની લિપ ફિલર્સની ડિટેલ્સ
મુંબઈ, બૉલીવુડ એક્ટર જાવેદ જાફરી પોતાની એક્ટિંગની સાથે કૉમિક ટાઈમિંગ માટે પણ જાણીતો છે. જાવેદ જાફરીના દીકરા મીઝાને બૉલીવુડમાં ડેબ્યૂ કરી લીધું છે, પરંતુ તેની દીકરી હજુ પણ બૉલીવુડથી દૂર છે. જાવેદ જાફરીની દીકરી અલાવિયા જાફરીએ બૉલીવુડમાં એન્ટ્રી નથી કરી, તેમ છતાં તે સોશ્યલ મીડિયા પર ખૂબ જ પૉપ્યૂલર બની ગઇ છે.
અલાવિયા સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના વ્લૉગ શેર કરતી રહે છે. અલાવિયા જાફરીએ તાજેતરમાં એક વ્લૉગ શેર કર્યો જેમાં તેને તેના લિપ અને અંડર આઈ ફિલર્સ વિશે વાત કરી. તેને તેના વિશેની સંપૂર્ણ વિગતો ચાહકોને જણાવી. જે બાદ ફેન્સ ખૂબ જ પ્રભાવિત થયા છે અને અલાવિયા જાફરીના વખાણ કરી રહ્યા છે.
અલાવિયા જાફરીએ તેના વીડિયોમાં જણાવ્યું કે તેને જૂન ૨૦૧૯માં પહેલીવાર લિપ ફિલર કરાવ્યું હતું. તે સમયે તે કૉલેજમાં હતી અને તે પોતાના હોઠને થોડા મોટા દેખાડવા માંગતી હતી. તે પછી તેણીએ ડિસેમ્બર ૨૦૧૯ માં અંડર આઇ ફિલર કરાવ્યું કારણ કે તેના ડાર્ક સર્કલ ખૂબ દેખાતા હતા. અલાવિયા જાફરીએ જણાવ્યું કે જ્યારે તેને લિપ ફિલર કરાવ્યું ત્યારે તે ખૂબ જ ડરી ગઈ હતી કારણ કે સોજાે દૂર થવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો. તેણે આ સારવાર વિદેશમાં કરાવી હતી.
તેણે પોતાના ફેન્સને વારંવાર ફિલર્સ ના કરાવવાની પણ સલાહ આપી, કારણ કે પછી તે ખૂબ વધારે દેખાય છે. અલાવિયા જાફરીએ કહ્યું કે તે સમજી શકતી નથી કે તેના મિત્રો એ હકીકત કેમ છુપાવે છે કે તેણે ફિલર્સ કરાવ્યા છે.
અલાવિયા જાફરીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ ખુબ જ કૉમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું- સેલિબ્રિટીઓ તેમની સર્જરી વિશે સત્ય કહી રહ્યા છે તે જાેઈને આનંદ થયો. જ્યારે એકે લખ્યું – તે ખૂબ સારું છે, તમે તેના વિશે વાત કરી. ઘણો પ્રેમ.SS1MS