Western Times News

Gujarati News

જાવા યેઝદી મોટરસાઇકલ્સે નવી સ્ટીલ્થ ડ્યુઅલ-ટોન પેરાક લોન્ચ કરી

પૂણે, વર્ષ 2024 માટે એક મહત્વપૂર્ણ જાહેરાતમાં જાવા યેઝદી મોટરસાઇકલ્સ બિલકુલ નવા સ્ટીલ્થ ડ્યુઅલ-ટોન પેઇન્ટ સ્કીમ, ઉત્કૃષ્ટ બ્રાસ વર્ક તથા ફોરવર્ડ-સેટ ફૂટ પેગ્સ તેમજ ઉચ્ચ રિયર મોનો-શૉક સાથે ફ્લેગશિપ જાવા પેરાક રજૂ કરતા આનંદ અનુભવે છે. તેણે તેની બોબર રેન્જમાં સુધારા પણ રજૂ કર્યા છે જેનો ઉદ્દેશ ઉત્સાહીઓ માટે રાઇડિંગ અનુભવ અને એક્સેસિબિલિટીમાં વધારો કરવાનો છે. જાવા 42 બોબર હવે રૂ. 2.09 લાખની આકર્ષક કિંમતે (એક્સ-શોરૂમ દિલ્હી) તથા નવા એલોય વ્હીલ વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે. Jawa Yezdi Motorcycles Launches the New Stealth Dual-tone Perak Unleashing New Age Bobbers with Thrilling Updates For 2024.

ભારતીય મોટરસાઇકલ માર્કેટમાં એક અગ્રણી નામ જાવા યેઝદી મોટરસાઇકલ્સ તેના આઈકોનિક મોડલ્સ, જાવા પેરાક અને જાવા 42 બોબર સાથે બોબર સેગમેન્ટને પુનઃવ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખે છે. આ બાઇક્સ ન કેવળ ભારતમાં ઊભરતા બોબર કલ્ચરને સ્થાપિત કરે છે પરંતુ ઉત્સાહીઓમાં અનેરી લોકપ્રિયતા પણ મેળવી છે જેઓ સ્ટાઇલિંગ અને સ્પોર્ટી પર્ફોર્મન્સને વખાણે છે.

બોબર્સ તેમની અનોખી અપીલ માટે જાણીતી છે જે સ્ટાઇલ તથા પર્ફોર્મન્સને પ્રાથમિકતા આપતા રાઇડર્સની માનીતી છે. જાવા પેરાક અને જાવા 42 બોબર આ સેગમેન્ટમાં એક અદ્વિતીય અનુભવ પૂરો પાડે છે. હેરિટેજ કલેક્શનની 2024 જાવા પેરાક તેના શ્રેષ્ઠ ફિટ અને ફિનિશ, બેનમૂન રાઇડિંગ ડાયનેમિક્સ તથા પિરિયડ-કરેક્ટ સ્ટાઇલિંગ સાથે પ્રિમિયમ બોબર સેગમેન્ટમાં નવા માપદંડો સ્થાપિત કરે છે.

નવી જાવા પેરાક સ્ટીલ્થ મેટ બ્લેક/મેટ ગ્રે ડ્યુઅલ-ટોન સ્કીમ ધરાવે છે જે દરેક ડિટેલ પર કાળજીપૂર્વક ધ્યાન આપે છે. તેમાં વધુ આરામ માટે ક્લાસિક-સ્ટાઇલ્ડ ક્વિલ્ટેડ ટેન સીટ સાથે પ્રમાણિત ઓલ્ડ-સ્કૂલ અપીલ ધરાવતી ફ્યુઅલ ફિલર કેપ અને સુંદર રીતે બનાવેલી બ્રાસ ટેન્ક બેજિંગની સુવિધા છે. 155 એમએમ ફોરવર્ડ પર રખાયેલા ફોરવર્ડ-સેટ ફૂટ પેગ્સ એકંદરે રાઇડિંગ અર્ગોનોમિક્સને વધારે છે.

તેના મજબૂત એક્સટિરિયર હેટળ જાવા પેરાક 334સીસી લિક્વિડ-કૂલ્ડ એન્જિન ધરાવે છે જે દિલધડક 29.9PS@7500RPM અને 30Nm@5500RPM પેદા કરે છે જેથી શ્રેષ્ઠતમ એક્સીલરેશન અને બ્રેકિંગ સાથે ઉમદા પર્ફોર્મન્સ સુનિશ્ચિત થાય છે. બાઇક કોન્ટિનેન્ટલની ડ્યુઅલ-ચેનલ એબીએસ, ભીડભાડવાળા શહેરી રસ્તા પર લાઇટ ક્લચ એક્શન માટે આસિસ્ટ એન્ડ સ્લિપ ક્લચ સાથે મોટી બાયબ્રે ડિસ્ક બ્રેક (280એમએમ ફ્રન્ટ અને 240એમએમ રિઅર) ધરાવે છે. આ ઉપરાંત નવી સેવન-સ્ટેપ પ્રીલોડ એડજસ્ટેબલ મોનો-શૉક વૈભવી તથા સરળ રાઇડ સુનિશ્ચિત કરે છે.

દરમિયાન, નીયો-રેટ્રો કલેક્શનની જાવા 42 બોબર રેન્જ, જે હવે વધુ એક્સેસીબલ અને પ્રેક્ટિકલ બની છે, જાવા 42 બોબર મૂનસ્ટોન વ્હાઇટ વેરિઅન્ટ સાથે રૂ. 2.09 લાખ (એક્સ શોરૂમ દિલ્હી)માં ઉપલબ્ધ છે.

2024 માટે બે નવી ટ્રીમ્સ છે. મિસ્ટીક કૂપર અને જેસ્પર રેડ ડ્યુઅલ-ટોન વેરિઅન્ટ્સ હવે પ્રિમિયમ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ સાથે ઉપલબ્ધ છે. એલઈડી લાઇટિંગ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, યુએસબી ચાર્જિંગ, એડજસ્ટેબલ સીટ્સ અને મલ્ટીપલ લગેજ ઓપ્શન જેવા આધુનિક અનેક ફીચર્સ સાથે 42 બોબર ફોર્મ અને ફંક્શન વચ્ચે શ્રેષ્ઠ સંતુલન સાધે છે.

જાવા યેઝદી મોટરસાઇકલ્સના સીઈઓ આશિષ સિંહ જોશીએ આ લોન્ચ અંગે જણાવ્યું હતું કે “જાવા પેરાક ઝડપથી અમારા ટોચના વેચાણ થતા મોડલ્સ પૈકીની એક બની છે જે ભારતની વધી રહેલી આકાંક્ષાના બજારનુ પ્રમાણ છે. 42 બોબરે અમારા સેગમેન્ટના પ્રભુત્વને વધુ મજબૂત બનાવ્યું છે. બોબર માઇન્ડસેટ મેળવેલી માનસિકતા છે. તે તમારી પાસે હશે અથવા નહીં હોય. જો તમારી પાસે હોય તો તે જાણવા માટે તમારે તે ચલાવવી જ પડશે. જાવા પેરાકની નવી ડિઝાઈન ડાર્ક સાઇડ તરફ તમને આકર્ષિત કરે છે.”

જાવા 42 બોબર સાથે જાવા પેરાક જાવા યેઝદી મોટરસાઇકલ્સ માટે હાલના ફેક્ટરી કસ્ટમ પોર્ટફોલિયો બનાવે છે જે જાવા 350, જાવા 42, યેઝદી રોડસ્ટર, યેઝદી સ્ક્રબ્લર અને યેઝદી એડવેન્ચર સહિતની હાલની લાઇનઅપને પૂરક કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.