Western Times News

Gujarati News

ફ્લિપકાર્ટ સાથે ભાગીદારી કરતું જાવા યેઝદી મોટરસાઇકલ્સ: હવે ઓનલાઈન મળશે

ભારતમાં ઓનલાઇન મોટર-સાઇકલની ખરીદી વધારવા 

 પુણે, જાવા યેઝદી મોટરસાઇકલ્સે ભારતમાં પ્રીમિયમ મોટરસાઇકલ માર્કેટમાં એક મહત્ત્વનું પગલું ભરતાં ફ્લિપકાર્ટ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. જાવા યેઝદીને આ ભાગીદારીના કારણે ફ્લિપકાર્ટના ઈ-કોમર્સ ઉપર પોતાની પ્રોડક્ટ ઓફર કરવાની સરળતા થશે અને આવી પ્રોડક્ટ ઓફર કરનારી પ્રથમ પ્રીમિયમ મોટર સાઇકલ ઉત્પાદન કંપની તે બની રહેશે. તેનો હેતુ સમગ્ર દેશમાં હાઈ-એન્ડ મોટરસાઇકલ સુધીની ખરીદી-પહોંચને સુધારવાનો છે. Jawa Yezdi Motorcycles Partners with Flipkart to Enhance Online Motorcycle Purchases in India

આ સહયોગ (ભાગીદારી) જાવા યેઝદી મોટરસાઇકલની ડિજિટલ સ્ટ્રેટેજીનો એક ભાગ રહેશે, જે ગ્રાહકના અનુભવને વધારે સારો બનાવશે તથા તેની પ્રીમિયમ મોટરસાઇકલ રૅન્જની સુલભતા વધારી શકશે. 500 મિલિયનથી વધારે વપરાશકારો સાથે ફ્લિપકાર્ટના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જાવા યેઝદી મોટરસાઇકલ વિશાળ સંખ્યામાં રહેલા પ્રેક્ષકો (ગ્રાહકો) સુધી પહોંચશે, જેનાથી ભારતના વિવિધ ભાગોમાં મોટરસાઇકલના ઉત્સાહી ગ્રાહકોને તેમની પ્રદર્શનમાં ઉત્તમ બાઇકની શોધ, પસંદગી તથા સરખામણીની તક પૂરી પાડશે.

ભાગીદારી અંગે બોલતાં ક્લાસિક લીજેન્ડ્સના સીઈઓ આશિષ સિંઘ જોશીએ જણાવ્યું હતું કે, “ફ્લિપકાર્ટ સાથેનો અમારો સહયોગ પ્રીમિયમ મોટરસાઇકલ સેગ્મેન્ટમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. ફ્લિપકાર્ટના પ્લેટફોર્મ પર જાવા અને યેઝદી મોટરસાઇકલ લાવીને અમે સમગ્ર ભારતભરમાં ઉત્સાહી ગ્રાહકો-વપરાશકારો માટે શોધ અને ખરીદીનો અનુભવ વધારી રહ્યા છીએ.

આ ભાગીદારી ગ્રાહકોને અમારી સમગ્ર શ્રેણીની શોધખોળ કરવા, મોડલોની સરખામણી કરવા અને અમારા બાઇકના વિશિષ્ટ વારસા તથા પ્રદર્શનને સમજવાની સરળતા કરી આપશે. આ બધું તેમના ઘરમાં આરામપૂર્વક કરી શકાશે. અમે માત્ર ઓનલાઇન મોટરસાઇકલ જ નથી વેચતા બલકે અમે જાવા અને યેઝદી જીવનશૈલી માટે એક દરવાજો ઊભો કરી રહ્યા છીએ. આ સહયોગ રસ-રુચિથી માલિકી સુધીની સફરને સુવ્યવસ્થિત રીતે ગોઠવી આપશે અને રાઇડરો માટે અમારી બ્રાન્ડ સાથે જોડાવા માટે તેને વધારે અનુકૂળ બનાવશે. તે અમારા ગ્રાહકોની અપેક્ષા મુજબ પ્રીમિયમ ટચને જાળવી રાખીને શો-રૂમનો અનુભવ ઘેરબેઠાં ઓનલાઇન પૂરો પાડશે.”

ફ્લિપકાર્ટના ઇલેક્ટ્રોનિક્સના વાઇસ પ્રેસિડેન્ટ જગજિત હરોડેએ જણાવ્યું હતું કે, “જાવા યેઝદી મોટરસાઇકલ્સ સાથેની આ ભાગીદારી ફ્લિપકાર્ટની એ અનોખી શક્તિ દર્શાવે છે કે કઈ રીતે પ્રીમિયમ પ્રોડક્ટ ઓનલાઇન શોધી શકાય છે તથા તેને ખરીદી શકાય છે. અમારું પ્લેટફોર્મ આ સહયોગમાં ઘણા મુખ્ય ફાયદાઓ લાવે છે. સૌપ્રથમ અમારું એ-આઈ સંચાલિત રેકમન્ડેશન-એન્જિન આ ઉત્સાહી ગ્રાહાકોને તેમની પસંદગીઓ તથા રાઇડિંગ-સ્ટાઇલના આધારે તેમના આદર્શ જાવા અથવા યેઝદી મોટરસાઇકલ સાથે મૅચના ઉત્સાહીઓને મદદરૂપ નીવડશે.

બીજું, અમારું સરળ (સીમલેસ) ઇન્ટરફેસ ગ્રાહકોને મોડલ્સની સાઇડ-બાય-સાઇડની સરખામણી કરવા, અધિકૃત કરવા, અધિકૃત વપરાશકર્તા સમીક્ષાઓ વાંચવા અને માહિતી સાથેના નિર્ણયો લેવાની સરળતા કરી આપે છે. એટલું જ નહીં, અમે જાવા યેઝદી ડીલરશિપ પર ઓનલાઇન બુકિંગ તથઆ ઓફલાઇન ડિલિવરી વચ્ચે સરળ સંકલન સુનિશ્ચિત કરવા માટે અમારા વ્યાપક લોજિસ્ટિક્સ નેટવર્કનો લાભ આપી રહ્યા છીએ. આ સહયોગ માત્ર અમારી પ્રીમિયમ ઓફરિંગને વિસ્તૃત જ નહીં કરે, બલકે ફ્લિપકાર્ટની ટૅક્નોલોજી અને પહોંચ કેવી રીતે હાઈ-એન્ડ મોટરસાઇકલ જેવા વિશિષ્ટ સેગ્મેન્ટ્સ માટે નવા માર્ગો ખોલી શકે છે, તે પણ દર્શાવી દેશે.”

ગ્રાહક માટે આનો અર્થ એ છે કે…. આ સહયોગ મોટરસાઇકલના શોખીન વપરાશકારોને ઘણા લાભો આપશે અને તેઓ કેવી રીતે પ્રીમિયમ મોટરસાઇકલોની ખરીદી તથા પહોંચ સુધી કેવી રીતે જઈ શકે છે તે અંગેના અર્થો બદલી નાખશે:

  1. સુધારેલી સુલભતાઃ ગ્રાહકો હવે ઘેર બેઠાં જ જાવા અને યેઝદી મોટરસિકલની સંપૂર્ણ સીરીઝ શોધી શકે છેજેનાથી ભારતભરમાં ઉત્સાહી ગ્રાહકો માટે આ ઇચ્છિત બાઇકો વધારે સુલભ બની જશે.
  2. માહિતીસભર નિર્ણયોઃ પ્લેટફોર્મ ગ્રાહકોને તેમની જરૂરિયાતો માટે શ્રેષ્ઠ બાઇક પસંદ કરવા માટે વ્યાપક માહિતી આપીને સરળતાથી મોડેલોની તુલના કરવાની અને ચકાસાયેલી સમીક્ષાઓ વાંચવાની સરળતા કરી આપે છે.
  3. નાણાંકીય વિકલ્પોઃ આ ભાગીદારી આકર્ષક નાણાંકીય ઉકેલો પ્રદાન કરે છેજેમાં નો-કોસ્ટ ઈએમઆઈબાય નાઉ – પે લૅટર (BNPL) સ્કીમ્સ અને કોઈ પણ ડાઉન પેમેન્ટ વિના ઈએમઆઈ પ્લાન્સનો સમાવેશ થાય છે. આ બધી બાબતો પ્રીમિયમ મોટરસાઇકલને વધારે પરવડે તેવી અને સસ્તી બનાવે છે.
  4. ખર્ચમાં બચતઃ પસંદ કરેલા મોડલ પર ગ્રાહકો રૂ.22,500ના લાભ મેળવી શકે છે. આમાં ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરાતા ટ્રાન્ઝેક્શનો પર વધારાના કૅશબૅકનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને સારી કિંમત આપે છે.
  5. સુવ્યવસ્થિત ખરીદી-પ્રક્રિયાઃ આમાં ખરીદીની પ્રક્રિયા જરૂરી ઓફલાઇન સ્ટેપ્સ સાથે ઓનલાઇન સુવિધાને પણ સાંકળી લે છે. મોટરસાઇકલનું ઓનલાઇન બુકિંગ કરાવ્યા બાદગ્રાહકે આરટો નોંધણીવીમા અને ટેક્સ જેવી આવશ્યક બાબતોને પૂર્ણ કરવા માટે પોતાના ડીલરની મુલાકાત લેવાની રહે છે. અને તે પસંદગીથી માલિકી તરફની સરળ પ્રક્રિયા કરી આપે છે.

આ અભિગમ ખરીદીની પ્રક્રિયાને સરળ બનાવે છે અને પ્રીમિયમ મોટરસાઇકલિંગને વિશાળ પ્રેક્ષકો સમક્ષ રજૂ કરે છે. તેનાથી વધારે ને વધારે ઉત્સાહી ગ્રાહકોને જાવા અથવા યેઝદી મોટરસાઇકલની માલિકી મળી શકે છે.

જાવા યેઝદી મોટરસાઇકલ્સ માટે આ સહયોગ (ભાગીદારી) એ ફ્લિપકાર્ટની વધતી બાઇક કેટેગરીમાં પ્રારંભિક લાભ મેળવવા માટે એક સ્ટ્રેટેજિક સ્ટેપ છે. આ ભાગીદારીથી વિઝિબિલિટી વધવાની આશા છે. ખાસ કરીને ફ્લિપકાર્ટની બિગ બિલિયન ડેડ્રાઈવિંગ ડીમાંડ તથા ડાઇવર્સ યુઝર બેઝમાં બ્રાન્ડ અવેરનેસ વધારવા જેવી મોટી સેલ્સ ઇવેન્ટમાં વધારો થવાની અપેક્ષા રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.