જાવા યેઝદીએ ‘ફેક્ટરી કસ્ટમ’ મોડલ 42 બોબ્બર લોન્ચ કર્યુ
આકર્ષક, નવા જાવા 42 બોબ્બર સાથે જાવા યેઝદીએ ‘ફેક્ટરી કસ્ટમ્સ’ સેગમેન્ટમાં પોતાની લીડરશિપ મજૂબત કરી
પૂણે, વર્ષ 2018 હતું! જ્યારે જાવા યેઝદી મોટરસાયકલ્સે જાવાના ત્રણ નવા મોડલ્સ સાથે એના પુનરાગમનની જાહેરાત કરી હતી, ત્યારે સૌથી વધુ ધ્યાન પેરાક મોડલે ખેંચ્યું હતું, જે માટે એનો ડાર્ક લૂક, રહસ્યમય ચાલ અને અભૂતપૂર્વ સ્ટાઇલિંગ જવાબદાર હતા. Jawa Yezdi Motorcycles strengthens domination in the factory custom segment with the stunning new Jawa 42 Bobber
ઔપચારિક રીતે એક વર્ષ પછી પ્રસ્તુત થયેલા જાવા પેરાક દેશમાં ‘ફેક્ટરી કસ્ટમ’ સેગમેન્ટમાં પથપ્રદર્શક હતી. આ બજારમાં પ્રસ્તુત થતા જ બાઇકસવારોની પસંદગી બની ગઈ હતી, એણે પોતાનો આગવો ચાહકવર્ગ ઊભો કર્યો હતો, જેણે જાવા પર આધારિત કસ્ટમ મોટરસાયકલ મેળવવાનો વિકલ્પ લોકોને આપ્યો હતો અને ફેક્ટરી-બિલ્ડની ખાતરી આપી હતી.
હવે આજનો વિચાર કરીએ અને અત્યારે જાવા યેઝદી મોટરસાયકલ્સના કાફલામાં સામેલ થવાનો સમય વધુ એક ‘ફેક્ટરી કસ્ટમ’ મોડલનો છે. હવે જાવા 42 છે, જેને સંપૂર્ણપણે નવા જાવા 42 બોબ્બર તરીકે ફેક્ટરી કસ્ટમ ટ્રીટમેન્ટ મળશે.
ભારતમાં બોબ્બર અને ફેક્ટરી કસ્ટમ કલ્ચરને નવી ઊંચાઈ પર લઈ જવાના ઉદ્દેશ સાથે નવું મોટરસાયકલ ત્રણ ગ્લોસી કલર – મિસ્ટિક કોપર, મૂનસ્ટોન વ્હાઇટ અને ડ્યુઅલ ટોન જેસ્પર રેડમાં ઉપલબ્ધ થશે. ડિઝાઇન અને સ્ટાઇલિંગ એક્સરસાઇઝની સાથે સંપૂર્ણપણે નવું 42 બોબ્બર ‘ફેક્ટરી કસ્ટમ’ અનુભવ વધારવા સુવિધાજનક અને ટેકનોલોજીકલ ખાસિયતો પણ ધરાવે છે.
નવા મોટરસાયકલની કિંમત એક્સ-શોરૂમ દિલ્હી રૂ. 2,06,500થી શરૂ થશે અને આગામી અઠવાડિયાની શરૂઆતથી સમગ્ર દેશમાં જાવા યેઝદી મોટરસાયકલ્સ ડિલરશિપમાં ટેસ્ટ રાઇડ અને ડિલિવરી માટે ઉપલબ્ધ થશે.
નવા મોટરસાયકલ પરથી પડદો ઊંચકતા ક્લાસિક લિજેન્ડ્સના સીઇઓ આશિષ સિંહે કહ્યું હતું કે, “નવું 42 બોબ્બર અમારા માટે સફળ સ્ટોરીઓનો સમન્વય છે. જાવા 42 મોડર્ન રિટ્રો મોટરસાયકલ્સ પર અમારી અસાધારણ છે, જે યુવાનો વચ્ચે ક્લિક થયું હતું.
આ અમારું સૌથી વધુ વેચાણ ધરાવતા મોડલ પૈકીનું એક છે. પેરાક સાથે અમે દેશમાં સંપૂર્ણપણે નવું ‘ફેક્ટરી કસ્ટમ’ સેગમેન્ટ ઊભું કર્યું હતું તથા એની લોકપ્રિયતા અને ચાહકવર્ગ કોઈથી છૂપો નથી. નવું 42 બોબ્બર 42ની યુવા ઊર્જા અને વાઇબ્રન્સી સાથે બોબ્બરની કામગીરી અને વ્યક્તિગતતા એમ બંને દુનિયાનો સમન્વય છે. આ સાથે અમારો ઉદ્દેશ રાઇડર્સને વિશિષ્ટ, સ્ટાઇલિશ અને જબરદસ્ત કસ્ટમ મોટરસાયકલ પૂરાં પાડવાનો છે.”
જ્યારે પેરાકની પ્રસ્તુતિ ડાર્કમાં વર્ચસ્વ જમાવવા માટે થઈ હતી, ત્યારે સંપૂર્ણપણે નવું 42 બોબ્બર વિશેષ અભિગમ ધરાવે છે. નવું મોટરસાયકલ બોબ્બરની ખાસિયતો – ઓછામાં શ્રેષ્ઠ બોડીવર્ક, ચોપ કરેલા ફેન્ડર, નીચી સિંગલ સીટ અને જાડાં ટાયર્સ – ખરાં અર્થમાં જાળવવાની સાથે રંગ અને ચમકનો સમન્વય સૌથી વિશેષ ખાસિયત છે.
જાવા 42 બોબ્બર સંપૂર્ણપણે નવું સ્ટાઇલિંગ પેકેજ મેળવશે, જે આકર્ષક હોવાની સાથે અસરકારક છે અને ઓછામાં શ્રેષ્ઠ ખાસિયતોને અનુસરે છે, જેના માટે બોબ્બર પ્રસિદ્ધ છે. મોખરેથી શરૂ કરીને આ નવો રાઉન્ડ હેડલેમ્પ મેળવશે અને સ્વતંત્ર ક્લોક કોન્સોલ, નવું હેન્ડલબાર, ઇંધણની નવી ટાંકી અને સંપૂર્ણપણે નવેસરથી ડિઝાઇન કરેલા સીટ મેળવશે.
ઇંધણની નવી ટાંકીના પેડ સાથે સુવિધાજનક રીતે ઘૂંટણને વાળવાની જગ્યા બનાવી છે, જે મોડર્ન-રિટ્રો ટચ ઉમેરવાની સાથે રાઇડિંગની સાથે ગ્રિપ પણ ઓફર કરશે. ફેન્ડર્સ અને સાઇડ પેનલ્સ નવા કલર્સને વધારે આકર્ષક બનાવવા ગ્લોસ બ્લેકમાં ફિનિશિંગ ધરાવે છે.
સ્વતંત્ર ક્લોક કન્સોલ અને સ્વચ્છ પેકેજ ધરાવતા હેડલેમ્પ યુનિટ 42 દ્વારા પ્રેરિત છે, પણ આગળનો લૂક ખડતલ બનાવવા સારી રીતે આકર્ષક અને ધારદાર બનાવ્યાં છે. કોન્ટ્રાસ્ટિંગ એલસીડી સ્ક્રીન સાથે ડિજિટલ ક્લોક કન્સોલ તમામ આવશ્યક માહિતી ઓફર કરશે અને કાઠીમાંથી શ્રેષ્ઠ વિઝિબિલિટી આપશે. બધી બાજુ લાઇટિંગ એલઇડી છે અને મોટરસાયકલને આ કામગીરીઓને નિયંત્રિત કરવા નવા સ્વિચગીઅર પણ મળશે.
ફ્લોટિંગ સીટ નવેસરથી ડિઝાઇન કરેલા સીટ પેન, કુશનિંગ અને અપહોલ્સ્ટેરી સાથે સંપૂર્ણપણે નવું યુનિટ છે. આ નવી સીટ 42 બોબ્બરની સંવર્ધિત સુવિધાઓ માટે આધાર બનાવશે. સીટિંગ પોસ્ચર સાથે સુસંગત કરવા ઘણો પ્રયાસ થયો છે, જે સવારની પસંદગીઓને અનુકૂળ રીતે રસપ્રદ, સુવિધાજનક અને વિવિધતાસભર છે. નવું હેન્ડલબાર, નવું ફોરવર્ડ ફૂટ કન્ટ્રોલ્સ (ફૂડ પેગ્સ અને લીવર્સ) અને સીટ નવા રાઇડરને ત્રિકોણ ઓફર કરે છે. સીટ પર 2-સ્ટેપ એડજસ્ટેબ્લમાંથી વિવિધતા આવશે, જે રાઇડરની પસંદગી મુજબ, આગળ અને પાછળ ખસી શકશે. પરિણામે વધારે સુવિધાજનક સવારીની મુદ્રા મળશે, જે તમને થોડી રોમાંચક સવારી માટે મૂડમાં લાવે છે, જે બોબ્બરની ખાસિયત છે!
રોમાંચક સવારી વિશે વાત કરીએ તો 42 બોબ્બર પેરાકના 334સીસી એન્જિનના વારસાને આળ વધારે છે, જે 30.64PSનો પાવર અને 32.74Nm ટોર્ક પેદા કરે છે, જે સ્લિક 6-સ્પીડ ટ્રાન્સમિશનને અનુરૂપ છે. રેવ રેન્જ મારફતે ઓળખ સમાન કામગીરીનું પરિણામ મળે છે.
શહેરમાં સવારી કરતાં હોય કે ખુલ્લાં હાઇવેઝ પર, 42 બોબ્બર એના રાઇડર્સ પ્રત્યે બધાનું ધ્યાન ખેંચે છે. હવે સ્પર્ધાત્મક ચેસિસ રિટર્ન સસ્પેન્શન અને રિકેલબ્રિટેડ બ્રેક સાથે વધારે શ્રેષ્ઠ અનુભવ આપશે. બ્રેકની વાત કરીએ તો 42 બોબ્બર સ્ટાન્ડર્ડ શ્રેષ્ઠ કોન્ટિનેન્ટલ ડ્યુઅલ ચેનલ ABS ધરાવે છે.
આ તમામ ખાસિયતોનું પરિણામ છે – એક એવું મોટરસાયકલ જે ‘મીન્ડર’ બ્રાન્ડ અભિયાનને ઉચિત છે. આ 42 બોબ્બરનો રોમાંચ મેળવવા આદર્શરૂપ છે. જ્યારે મીન્ડર નિશ્ચિત યોજના વિના એક જગ્યાએથી બીજી જગ્યા સુધી ફરવા ભૌગોલિક સંદર્ભ ધરાવે છે,
ત્યારે આનો ઉપયોગ મનના સંદર્ભમાં પણ થયો હતો, જેમાં તમે સવારી કરો છો ત્યારે મન સતત એક વિચારમાંથી બીજા વિચારમાં ફરે છે. વ્હિમ પર સવાર, સ્વપ્ન પર સવાર કે મજા માણવા માટે સવાર થવા – 42 બોબ્બર તમને આનંદ મળે એ રીતે સવારી કરવા બનેલું મોટરસાયકલ છે.