ભરૂચના તવરા ગામે પાંચ દેવી મંદિરથી જવારાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી
નવરાત્રીની પૂર્ણાહુતિ સાથે વિજયાદશમીની ઉજવણી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ તાલુકાના તવરા ગામના મંદિરોમાં સ્થપાયેલા ૨૫ થી વધુ જવરાનુ પાંચ દેવી મંદિરે એકત્ર થઈ ત્યાર બાદ માં નર્મદા નદીના નીરમાં વિસર્જન કરી નવરાત્રી પૂર્વની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામના તમામ મંદિરોમાં સ્થપાયેલા જવાનોને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ આહીર સમાજ દ્વારા જવારાની ભવ્ય વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી અને ત્યાર બાદ જવારાઓનું પવિત્ર નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
ખૂબ જ ભક્તિ ભાવ સાથે નવરાત્રીના નવ દિવસની આરાધના બાદ આહિર સમાજ દ્વારા પાંચ દેવી મંદિરેથી જવારાની વિસર્જન યાત્રા ઢોલ નગારા સાથે શ્રદ્ધા અને ઉમંગ ભર્યા વાતાવરણમાં નીકળી હતી અને જવારાઓને માં નર્મદાના નીરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીના જવારાનું પૂજન કર્યા બાદ દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આહિર સમાજ દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે.
આરાધ્ય કુળદેવી માતાજીના જવારા આસો નવરાત્રી ના પ્રથમ નોરતે વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું.જેનું નવ દિવસ સુધી દરરોજ સવાર સાંજ પૂજન અર્ચન તથા આરતી કર્યા બાદ રાત્રે માતાજીના પટાંગણમા ગરબાનું આયોજન કરવામાં આવતું હતું.
દશેરાના દિવસે માતાજીના જવારા ધામધૂમથી ઢોલ નગારાના તાલે કાઢવામાં આવતા આખું ગામ જાેડાયું હતું.જવારા વિસર્જન ઉત્સવમાં જીલ્લાભર માંથી માઈ ભક્તો મોટી સંખ્યામાં જાેડાયા હતા અને જુના તવરા ગામના લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.