જયા પ્રદાને લગ્ન કરવા છતાં ન મળ્યો પત્નીનો દરજ્જાે

લગ્ન કરવા છતાં ન મળ્યો પત્નીનો દરજ્જાે
કરિયરની ટોચ પર આવીને ત્રણ બાળકોના પિતાના પ્રેમમાં પડી જયા
મુંબઈ, એક તેલુગુ ફિલ્મ ફાઇનાન્સરની દીકરી લલિતા રાનીએ બાળપણથી જ નૃત્ય-સંગીતની ટ્રેનિંગ લીધી હતી. ૧૨ વર્ષની ઉંમરથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. પોતાની એક્ટિંગ અને ખૂબસૂરતીથી દર્શકોના દિલો પર રાજ કર્યું. ફિલ્મોમાં ઘણી પોપ્યુલારિટી મેળવી, પછી રાજકારણમાં હાથ અજમાવ્યો.
જયા પ્રદાના માતા-પિતાએ તેનું નામ લલિતા રાખ્યું હતું. ફિલ્મોમાં સફળ, રાજકારણમાં સફળ જયાની પર્સનલ લાઇફ સફળ રહી ન હતી. જયાના લગ્ન થયા ત્યારે તે ઘણી ચર્ચામાં હતી. તેલુગુ ફિલ્મોથી કરિયર શરૂ કરનાર જયા પ્રદાને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અસલ ઓળખ મળી. સાઉથના ફેમસ ડાયરેક્ટર કે. વિશ્વનાથે જયા સાથે તેલુગુ ફિલ્મ ‘સિરી સિરી મુવ્વા’ને હિન્દીમાં ‘સરગમ’ નામથી બનાવી હતી.
View this post on Instagram
આ ફિલ્મ જબરદસ્ત હિટ થઈ અને જયા રાતોરાત સ્ટાર બની ગઈ. આ ફિલ્મ સુધી જયાને હિન્દી બોલવામાં ઘણી તકલીફ પડતી હતી. પરંતુ ત્રણ વર્ષ પછી, વિશ્વનાથે જયાને ફરીથી ફિલ્મ ‘કામચોર’માં કાસ્ટ કરી, ત્યાં સુધીમાં તે ફર્રાટેદાર હિન્દી બોલવા લાગી હતી. આ પછી તે શરાબી, સંજાેગ જેવી શાનદાર ફિલ્મોમાં જાેવા મળી હતી, પરંતુ વર્ષ ૧૯૮૪માં આવેલી ‘તોહફા’ પછી જયાની સફળતાનો સિતારો બુલંદીઓ પર પહોંચી ગયો હતો.
ગજબની ટેલેન્ટેડ અને સુંદર એક્ટ્રેસ પરિણીત ફિલ્મ નિર્માતા શ્રીકાંત નાહટા સાથે પ્રેમમાં પડી ગઈ. જ્યારે વાત આગળ વધી તો શ્રીકાંતે ૧૯૮૬માં જયા સાથે લગ્ન કર્યા. આ લગ્ન બાદ ઘણો વિવાદ થયો હતો. હકીકતમાં, શ્રીકાંત નાહટાના પહેલા લગ્ન ચંદ્રા સાથે થયા હતા, તેવામાં તેણે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના જયા પ્રદા સાથે લગ્ન કર્યા હતા.
View this post on Instagram
દેખીતી રીતે ત્યાં હોબાળો થવાનો હતો. એટલું જ નહીં, શ્રીકાંત અને ચંદ્રા ત્રણ બાળકોના માતા-પિતા પણ હતા. તેણે જયા સાથે લગ્ન કર્યા પરંતુ તેમને કોઈ સંતાન નહોતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયા માતા બનવા માંગતી હતી પરંતુ શ્રીકાંત આ માટે તૈયાર નહોતો. જયા પ્રદાએ શ્રીકાંત સાથે લગ્ન કર્યા અને તેમની માંગમાં સિંદૂર સજાવ્યું પરંતુ તેને ક્યારેય પત્નીનો દરજ્જાે મળ્યો નહીં.
૨ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ, જયા પ્રદાના ફિલ્મ ગુરુ કે. વિશ્વનાથનું અવસાન થયું. તેમણે જ જયા પ્રદાને બોલિવૂડમાં ઇન્ટ્રોડ્યુસ કરી હતી. જયાએ તેના ગુરુને શ્રદ્ધાંજલિ આપતા થ્રોબેક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
કે. વિશ્વનાથ સાઉથ અને બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર હતા. જયા પ્રદા મોટે ભાગે તેમની બોલિવૂડ ફિલ્મોમાં જાેવા મળતી હતી.શ્રીકાંત નાહટાના પહેલા લગ્ન ચંદ્રા સાથે થયા હતા, તેવામાં તેણે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના જયા પ્રદા સાથે લગ્ન કર્યા હતા.ss1