“જલતરંગ” વાધ્યમાં સંશોધન માટે અમદાવાદના જયંતિભાઈને સન્માનિત કરાયા

નવી દિલ્હી ખાતે આવેલ વિજ્ઞાન ભવનમાં તા. ૬ માર્ચ, ૨૦૨૪ એ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે સંગીતના જલતરંગ વાધ્યના સંશોધન અને નવસર્જન માટે શ્રી જયંતિભાઈ શર્માનું સંગીત નાટક અકાદમી પુરસ્કાર-૨૦૨૩થી સન્માન કરવામાં આવ્યું છે. જયંતિભાઈ શર્માએ જલતરંગ વાધ્યમાં મહારત મેળવેલી છે.
આ ઉપરાંત જયંતિભાઈએ સંગીતમાં પણ ખૂબ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જયંતીભાઈ શર્મા સાથે તેઓના પુત્ર હેમમદીપે જલતરંગ વાધ્યમાં નલીકા તરંગ, કાચ તરંગ, લોહ તરંગ અને એલ્યુમિનિયમ તરંગનું સંશોધન કરી સંગીત વાધ્યમાં મોટું યોગદાન આપ્યું છે. તેમના આ સન્માનથી ગુજરાત સહિત ભારતના સંગીતના કલાકારો ખૂબજ આનંદિત અને ઉત્સાહિત થયા છે.