૬૦૩૨૪ કરોડનું ટર્નઓવર ધરાવતી ઇક્કોના ડિરેક્ટર પદના જંગમાં શું ખેલ ખેલાયો?

શાહના નજીક ગણાતા ગોતા સામે જ રાદડિયાએ બાંયો ચડાવી
ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય- BJPના ઉમેદવાર બિપીન ગોતાનો પરાજય
(પ્રતિનિધી) અમદાવાદ, ઇફકોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એકમત નહીં થતાં ચૂંટણી યોજાઈ હતી. આ જંગ ભાજપનો ભાજપ સામે જ જંગ થયો છે. ભાજપે બિપિન ગોતા (પટેલે)ને મેન્ડેટ આપ્યો હતો. પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરતાં ચૂંટણીજંગ ખેલાયો હતો. BJP MLA Jayesh Radadiya won the for the post of director of IFFCO (Indian Farmers Fertilizer Cooperative Ltd) held in Delhi on Thursday
આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં કુલ ૧૮૨ મતમાંથી ૧૮૦ મત પડ્યા હતા. આ ૧૮૦ ગતમાંથી જયેશ રાદડિયાને ૧૧૪ મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના હરીફ બિપિન ગોતાને ૬૬ મત જ મળ્યા હતા. હવે આવતીકાલે દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમન તરીકે બિનહરીફ થશે.
શાહના નજીક ગણાતા ગોતા સામે જ રાદડિયાએ બાંયો ચડાવી ૬૦૩૨૪ કરોડનું ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (ઇક્કો)ના ડિરેક્ટરપદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહની નિકટના સાથી બિપિન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. Jayesh Raddia’s victory in IFFCO director election- BJP candidate Bipin Gota’s defeat
તેમની સામે કોંગ્રેસ સમર્થિત વિજય ઝાટકિયાએ દાવેદારી કરી હતી. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા બિપિન પટેલ સામે ખેડૂતનેતા તરીકે છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપ સામે બાંયો ચડાવી પોતાના મતદારોને સાથે રાખી ચૂંટણી લડી હતી.
ગુજરાતની એકમાત્ર બેઠક પરના ત્રિપાંખિયા ચૂંટણીજંગમાં ચાર વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે ઉમેદવારી કરનારા રાજકોટના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ ગઈ છે. સામાન્ય રીતે દર વર્ષે બિનહરીફ થતી ઇફ્કોની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામ્યો હોવાથી વિવાદ અને ખેંચતાણનો માહોલ ઉ.ભો થયો હતો.
સહકારી ચૂંટણી પણ પાર્ટી લેવલે લડવાનું ભાજપનું વલણ છે અને એના આધારે પાર્ટી દ્વારા અમદાવાદના સહકારી નેતા બિપિનભાઈ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા અને તેમના નામનો મેન્ડેટ પણ ઈસ્યુ કરીને તેમની તરફેણમાં મતદાન કરવાની મતદારોને સૂચના આપવામાં આવી હતી.
જોકે ભાજપના મેન્ડેટ વચ્ચે પણ જયેશ રાદડિયા તથા મોડાસાના પંકજ પટેલે ફોર્મ ભરી દીધા હતા. પરિણામે ત્રિપાંખિયા જંગની સ્થિતિનું નિર્માણ થયું હતું અને ચૂંટણી જીતવા ત્રણેય ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું હતું.