જયેશભાઈ જોરદારનો ફર્સ્ટ લૂક રજૂઃ રણવીર સિંહ ગુજરાતીની ભૂમિકામાં
રણવીર સિંહ અને યશ રાજ ફિલ્મ્સ એકત્ર આવી રહ્યા છે, જે વિશે રણવીરે નવોદિત લેખક- દિગ્દર્શક દિવ્યાંગ ઠક્કર દ્વારા લખવામાં આવેલી મિરેકલ સ્ક્રિપ્ટ તરીકે નામ આપ્યું છે. આ નવોદિત ગુજરાતની પાર્શ્વભૂમાં બની રહેલી હાસ્યસભર મનોરંજક ફિલ્મમાં રણવીરને ડાયરેક્ટ કરી રહ્યો છે અને સુપરસ્ટાર પહેલી વાર ગુજરાતી પુરુષની ભૂમિકા ભજવવાનો છે. આથી સ્વાભાવિક રીતે જ ફિલ્મમાં રણવીરનો ફર્સ્ટ લૂક બહુપ્રતિક્ષિત હતો.
એક ખાસ સ્ટિલમાં રણવીરે પોતાને પરિવર્તિત કર્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. તેણે થોડું વજન ઓછું કર્યું છે અને તેનો લૂક ગુજરાતી પુરુષ તરીકે બિલકુલ ઓળખી શકાતો નથી. દેખીતી રીતે જ તે પોતાની પાછળ ઊભેલી સ્ત્રીનું રક્ષણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે બોલીવૂડમાં ભજવાતા હોય તેવો આલ્ફા હીરો નથી અને ફર્સ્ટ લૂક પરથી દેખીતી રીતે જ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણના કાજ પ્રત્યે સમર્પિત હોય તેમ લાગે છે.
ચર્લી ચેપ્લિને એક વખત કહ્યું હતું, ખરા અર્થમાં હસવા માટે તમારે પોતાની પીડા પોતે ઝીલીને તેને રમવી જોઈએ. જયેશભાઈ અશક્ય હીરો છે. તે સાધારણ પુરુષ છે, જે જોખમી સ્થિતિ આવે ત્યારે કશુંક અસાધારણ કરી બેસે છે. જયેશભાઈ સંવેદનશીલ અને વહાલો છે. તે સમાજમાં સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર હોવા જોઈએ એવું માને છે. તે પૂર્વજોના આદર્શો, વ્યવહારો અને રીતરસમોમાં વિશ્વાસ રાખે છે. રણવીર તેના પાત્ર વિશે જણાવે છે. તે ઉમેરે છે, જયેશભાઈ ભજવવા માટે મારે પોતાની અંદર સંપૂર્ણ પરિવર્તન લાવી દેવું પડ્યું, જે મેં અગાઉ ક્યારેય કર્યું નહોતું. આથી આ રોમાંચક પડકાર છે.
રણવીરે પોતાના અતુલનીય શારીરિક કામથી સુપરસ્ટારડમ હાંસલ કર્યું છે. તે સતત દેશના ટોચના ફિલ્મકારો સાથે જોડાણ કરે છે અને ચુનંદા પ્રોજેક્ટોમાં અપવાદાત્મક સ્ક્રિપ્ટ સેન્સ બતાવી છે. તે પદ્માવત જેવી વાર્તાઓથી પ્રેકિત છે, જેમાં તેણે અલાઉદ્દીન ખીલજીમાં એન્ટી- હીરો ભજવ્યો હતો અને ગલી બોયમાં તેની અસાધારણ રેન્જ વિસ્તારવા સુધી તેની ફિલ્મો હંમેશાં બ્લોકબસ્ટર રહી છે. આજે તે સર્વ જનમાનસમાં અભિનેતા તરીકે રાષ્ટ્રવાદી પ્રેમ ધરાવે છે. આથી સ્વાભાવિક રીતે જ રણવીરે નવોદિતને આધાર આપવાનું નક્કી કર્યું અને દિવ્યાંગ ખરેખર જોવા જેવી અત્યંત વિશેષ પ્રતિભા હશે એવું ધારી શકાય. આ સદાબહાર અભિનેતા ડાયરેક્ટરના વખાણ કરતાં કહે છે, દિવ્યાંગે લેખનમાં પોતાનો જીવ રેડી દીધો છે, જે તમને આત્મચિંતન કરવા પ્રેરિત કરવા સાથે તમને સર્વ સમયે હસાવશે, એમ રણવીર કહે છે.
ફિલ્મ વાયઆરએફના ઘરમાં વૃદ્ધિ પામેલા પ્રોડ્યુસર મનીષ શર્માએ પ્રોડ્યુસ કરી છે, જેણે દિવ્યાંગની ખોજ કરી છે. મનીષ કહે છે, રણવીર પાત્રમાં ઊંડાણમાં ઊતરવાની વાત આવે ત્યારે નીડર બની જાય છે અને જોખમ ઉઠાવવા તત્પર રહે છે. પાત્રની જરૂરત અનુસાર અહીં તેણે પોતાને પરિવર્તિત તર્યો છે. જયેશભાઈ જોરદાર માટે દિવ્યાંગનું વિઝન એવું છે કે પાત્ર હાઈપર મેસ્ક્યુલીન અથવા આલ્ફા હોવું જરૂરી નથી. ડાયરેક્ટરના વિઝનમાં આ શ્રદ્ધા અને તમારી ઈમેજ સામે આત્મવિશ્વાસ રણવીરને ફિલ્મકારની ખુશી બનાવે છે અને ભારતના સૌથી મોટા કલાકારમાંથી એક બનાવે છે, અર્થાત કમર્શિયલી અને સમીક્ષકની રીતે પણ.