JCI અંકલેશ્વર દ્વારા લેટસ લીવ ટુ ફીલ એન્ડ ફિલ પર જ્ઞાનવત્સલ સ્વામીનુ પ્રવચન યોજાયું
જીવન ની પૂર્ણતા અર્થે કેવળ વ્યવસાયિક નહીં બલ્કે પારિવારિક અને આધ્યાત્મિક અભિગમ પણ જરૂરી છે : સ્વામી જ્ઞાનવત્સલ |
(પ્રતિનિધી) ભરૂચ : વ્યક્તિ વિકાસ અને ઘડતર ક્ષેત્રે કાર્યરત યુવાનોની સંસ્થા એવી જેસીઆઈ અંકલેશ્વરના ઉપક્રમે અંકલેશ્વર ખાતે બીએપીએસ સંસ્થાના મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામી નું મનનીય પ્રવચન યોજાયું હતું.
જેસીઆઈ અંકલેશ્વરના ઉપક્રમે ગત સાંજે અત્રેના ઓડિટોરિયમ ખાતે ખીચોખીચ શ્રોતાઓ વચ્ચે બીએપીએસ સંસ્થા જ્ઞાનવત્સલ સ્વામી નું વિશેષ પ્રવચન યોજાયું હતું.જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ ચિત્રાંગ સાવલિયા સહિતના જેસી સભ્યોએ ઉત્સાહભેર સ્વામી જ્ઞાનવત્સલનું પુષ્પગુચ્છ થી સ્વાગત કર્યું હતું.સ્વામી જ્ઞાનવત્સલએ જીવનને પરમતા થી પૂર્ણતા સુધી કઈ રીતે જીવવું તેની પ્રેરક ચાવીઓ પોતાના રસપ્રદ વક્તવ્યમાં રજૂ કરી હતી.
તેઓએ જણાવ્યું હતું કે ૭૦ વર્ષના જીવનકાળ દરમિયાન સંબંધો, પ્રવૃતિઓ અને અધ્યાત્મનો સુમેળ હોવો જરૂરી છે.તેઓએ ઉમેર્યું હતું કે કેવળ વ્યવસાયિક પૂર્ણતા નહીં બલ્કે પારિવારીક તેમજ આધ્યાત્મિક પૂર્ણતા પણ જરૂરી છે.તેઓએ ઉમેર્યું હતું કે પુરુષાર્થ,વિચારોની દ્રઢતા તેમજ સકારાત્મક અભિગમ મનુષ્ય જીવનને સંપૂર્ણ બનાવે છે.
સતત સભાનતા હોય તો ભૂલ થવાની સંભાવનાઓ નહિવત બની રહે છે. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઝોન ૮ ના સુરતથી અંનંતભાઈ, દિવ્યાંગભાઈ,લદિપક નહાર સર,પૂર્વ પ્રમુખો, જેસીરેટના મેમ્બર્સ,અન્ય ચેપ્ટર ના પ્રમુખ,જેસી મેમ્બર્સ તેમજ અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતા,સ્થાનિક ઉદ્યોગ અગ્રણીઓ,વેપારીઓ ગૃહિણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.*