સેલવાસના સાયલીમા સરપંચ સહિતના જાેડાયા સ્વચ્છતા અભિયાનમાં
(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલી સેલવાસ ના સાયલીમા સરપંચ કુંતાબહેન વિષ્ણુભાઈ વરઠા અને પંચાયત સેક્રેટરી પાર્વતીબહેનના નેતૃત્વમાં પંચાયત સભ્યો, પંચાચત સ્ટાફ સાયલી વિસ્તારમાં ચારેય બાજુ ફરી-ફરીને લોકોને સાફ-સફાઈ રાખવા, વ્યસનમુક્ત બનવા સમજાવી રહ્યાં છે. જિલ્લા પંચાયતના સીઈઓ ડૉ.અપૂર્વ શર્માના માર્ગદર્શનમા ૧૯-૨૬ જાન્યુઆરી સુધી સરપંચ કુંતાબહેન, સેક્રેટરી પાર્વતીબહેન, ચુંટાયેલા સભ્યો,પંચાચત ઑફિસ સ્ટાફ દીપક થોરાટ, પંચાચત સ્ટાફ બધા જ સ્વચ્છતા જન-જાગૃતિ ઝુંબેશમા જાેતરાયા છે.પંચાયત બૉડી અને સ્ટાફે ફળિયાઓ- બિલ્ડિંગોમા જઈ લોકોને ટીવી પર સ્વચ્છતા વિશે ફિલ્મો બતાવી સાફ-સફાઈ પ્રત્યે જાગરૂક કરતા જાેવા મળી રહ્યાં છે.
સરપંચ અને સેક્રેટરી લોકોને પોતાના આસ-પાસ સાફ-સફાઈ રાખવી, સૂકો-ભીનો કચરો, આલકલાઇન બેટરી જેવા પદાર્થો, ઈ-વેસ્ટને અલગ કરી કચરા લેવાઆવતા સફાઈ કર્મીઓને આપવા માટે જણાવી રહ્યા છે. સરપંચે જણાવ્યું કે સ્વચ્છતા ઝુંબેશમા લોકોનો નૈતિક સહયોગ ખાસ જરૂરી છે. પંચાયત સેક્રેટરીએ જણાવ્યું કે સ્વચ્છતા, વૃક્ષારોપણ, સમયસર વેરાની ચુકવણી કરવાનીવિગેરે લોકોની ફરજાે છે.સાફ-સફાઈ રાખવાથી સાયલીને વધુ સુંદર અને રોગચાળોથી હમેશાં મુક્ત રાખી શકાય છે. એથી લોકોને હમેશાં નાગરિકતાના કર્તવ્યોનું ર્નિવહન કરવું જાેઈએ.