JEEE એડવાન્સ પરિણામઃ સુરતનો મહિત ગઢીવાલા બન્યો ગુજરાતનો ટોપર
ઓલ ઇન્ડિયા રેન્કમાં તેણે નવમો નંબર મેળવ્યો છે
સુરત, આજે દેશભરમાં JEEE એડવાન્સનું પરિણામ જાહેર થયું છે. સુરતના મહિત ગઢીવાલા ગુજરાતનો ટોપર બન્યો છે, સાથે જ ઓલ ઇન્ડિયા રેન્કમાં તેનો નવમો નંબર મેળવ્યો છે. આ સાથે જ સુરતના અન્ય બે વિદ્યાર્થીઓએ પણ જેઈઈ પરિણામમા સુરતનો ડંકો વગાડ્યો છે. બંને વિદ્યાર્થીોએ ૮૪ અને ૯૪ મો ક્રમ મેળવ્યો છે.
કૃષ રાખોલિયાએ JEEE માં ૮૪મો નંબર મેળવ્યો, તો આનંદ શશીકુમારે JEEE માં ૯૪મો ક્રમ મેળવ્યો છે. ત્રણેય વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
🔶આજે IIT-JEE એડવાન્સનું પરિણામ જાહેર
🔶સુરતનો મહિત ગઢીવાલા JEE એડવાન્સમાં ગુજરાતમાં પહેલા ક્રમે, તથા ઓલ ઇન્ડિયામાં 9 મો રેન્ક#AIRVideo: લોપા દરબાર#JEEAdvanced #JEEAdvanced2022 #Surat pic.twitter.com/7QzSED94hd
— AIR News Gujarat (@airnews_abad) September 11, 2022
મહિતે ધોરણ ૧૦ થી જ જેઈઈની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જેથી આજે તેણે ૯ મો રેન્ક મેળવ્યો છે. મહિત ગઢીવાલાએ જેઈઈ એડવાન્સ ૨૦૨૨માં ૩૬૦માંથી ૨૮૫ માર્કસ મેળવ્યાં છે. તો ત્નઈઈ મેઈન્સમાં ૨૯ મો રેન્ક મેળવ્યો હતો. સુરતના વિદ્યાર્થીઓને ટોપ ૧૦૦માં સ્થાન મેળવવામાં સફળતા મળી છે. ત્રણેય વિદ્યાર્થીઓની સફળતાથી સુરતનું નામ રોશન થઈ ગયું છે.
પોતાની સફળતા વિશે મહિતે જણાવ્યું કે, તે આ પરીક્ષા માટે તે છેલ્લા ત્રણ વર્ષથી તૈયારી કરી રહ્યો હતો. સતત પ્રેક્ટિસ કરીને તેણે આ પરીક્ષા ક્રેક કરી. આ દરમિયાન મેં ઓલિમ્પિયાડ માટે પણ તૈયારી કરી હતી, જેમાં પણ મારું સારું રેન્કિંગ આવ્યું હતું.
મહિત સફળતા માટે તણાવથી દૂર રહેવા માટે સતત પ્રયાસો કરે છે. આ માટે તે કસરત તથા મેડિટેશન કરે છે. આ ઉપરાંત અભ્યાસ માટે તેણે હાલ વિદેશ જવાનું પણ ટાળ્યું. તેને અમેરિકાના વિઝા મળી ગયા છે, પરંતુ તેને મુંબઈ આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે. મહિત ગઢીવાલાની આ સફળતાથી તેના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી હતી.