જેફ બેઝોસની બ્લુ ઓરિજિને મહિલા સ્પેસ ક્રૂ સાથે ઇતિહાસ રચ્યો

વોશિંગ્ટન, મેરિકન અબજોપતિ જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિને ઇતિહાસ રચ્યો છે. તેમની મંગેતર લોરેન સાંચેઝે એક ‘ઓલ ફિમેલ સેલિબ્રિટી ક્રૂ સાથે અવકાશની મુસાફરી કરી હતી. આ ગ્›પમાં ફેમસ સિંગર કેટી પેરી અને ‘સીબીએસ મો‹નગ’ના હોસ્ટ ગેલ કિંગ જેવી હસ્તીઓનો સમાવેશ થાય છે.
આ ઉડાન અવકાશ પ્રવાસનની નવી લહેરનો એક ભાગ છે, જ્યાં ધનિક અને ફેમસ લોકો હવે સરળતાથી અવકાશમાં મુસાફરી કરી શકે છે. ક્રૂએ ટેક્સાસના વેન હોર્ન લોન્ચ પેડ પરથી સોમવારે સાંજે ૭ વાગ્યે ઉડાન ભરી હતી અને લગભગ ૧૧ મિનિટમાં પરત આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન રોકેટે જવાનું અને પાછા આવવાનું સહિત કુલ ૨૧૨ કિમીનું અંતર કાપ્યું હતું.
આ મિશન જેફ બેઝોસની બ્લુ ઓરિજિન કંપનીના ન્યૂ શેપર્ડ પ્રોગ્રામનો એક ભાગ છે, જેનું નામ દ્ગજી-૩૧ છે.કેટી પેરી અને લોરેન ઉપરાંત આ મિશનમાં ટીવી પ્રેઝન્ટર ગેઇલ કિંગ, માનવ અધિકાર કાર્યકર્તા અમાન્ડા ન્ગ્યુએન, ફિલ્મ નિર્માતા કેરિયન ફ્લિન અને નાસાના ભૂતપૂર્વ રોકેટ સાઇન્ટિસ્ટ આયશા બોવે સામેલ હતા.
સફળ લેન્ડિંગ બાદ કેટી પેરીએ જમીન પર પગ મુકતાની સાથે જ નમન કર્યું હતું જ્યારે જેફ બેઝોસે પોતાની મંગેતરનું અવકાશમાંથી પાછા ફરતા હગ કરીને સ્વાગત કર્યું હતું.આ ઉડાન એટલા માટે પણ ખાસ હતી કારણ કે તેમાં સવાર તમામ મુસાફરો મહિલા હતી. અવકાશ યાત્રાના ૬૪ વર્ષના ઇતિહાસમાં આ બીજી વખત હતું જ્યારે સંપૂર્ણપણે મહિલા ક્રૂ અવકાશમાં ગઈ હતી.
આ પહેલા ૧૯૬૩માં સોવિયેત અવકાશયાત્રી વેલેન્ટિના તેરેશકોવા એકલા અવકાશમાં ગયા હતા.લોરેને આ ફ્લાઇટ માટે ખાસ મહિલાઓની પસંદગી કરી હતી જેથી તેઓ યુવાનો અને વૃદ્ધોને મોટા સપના જોવા માટે પ્રેરણા આપી શકે.
તેમણે આ માટે ખાસ ફ્લાઇટ સુટ્સ પણ ડિઝાઇન કરાવ્યા હતા. કેટી પેરીએ આ ઉડાનને માનવતા અને મહિલાઓ માટે એક મોટું પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ કોમર્શિયલ અવકાશ યાત્રા માટે એક ખાસ ક્ષણ છે.SS1MS