ફોઈની દીકરીની બર્થ ડે પાર્ટીમાં સામેલ થયો જેહ

મુંબઈ, સોહા અલી ખાન અને કૃણાલ ખેમૂની દીકરી ઈનાયા નૌમી ખેમૂ પાંચ વર્ષની થઈ ગઈ છે. ગુરુવારે (૨૯ સપ્ટેમ્બર) સાદગીથી તેના બર્થ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.
કૃણાલે ઈનાયા સાથેની થ્રોબેક તસવીર શેર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી તો સોહાએ સેલિબ્રેશનની ઝલક દેખાડતી કેટલીક તસવીરો શેર કરીને વિશ કર્યું હતું. એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર બે તસવીરો શેર કરી છે. જેમાં ‘બર્થ ડે ગર્લ’ ઈનાયા પિંક ફ્રોક અને મેચિંગ હેરબેન્ડમાં ક્યૂટ લાગી રહી છે.
તેને કેક કટ કરતી જાેઈ શકાય છે, તો સોહા અને કૃણાલ તેની બાજુમાં બેસીને પોઝ આપી રહ્યા છે. ઈનાયાએ બે કેક કટ કરી હતી, જેમાંથી એક હાર્ટ શેપની ચોકલેટ કેક હતી તો બીજી કેક પર કેટલાક કાર્ટૂન કેરેક્ટર મૂકવામાં આવ્યા હતા. બીજી તસવીરમાં સોહા અને કૃણાલ વ્હાઈટ ટીશર્ટ અને ડેનિમમાં છે, તેમની આ તસવીર આઉટડોરની છે.
સોહા અલી ખાને તસવીરોના કેપ્શનમાં લખ્યું છે ‘અને આમ પાંચ વર્ષ થઈ ગયા. મમ્મી પપ્પા તરીકે બોલાવવાના પાંચ વર્ષ. અવર્ણનીય, સમજાવી ન શકાય અને નિર્વિવાદ પ્રેમના પાંચ વર્ષ. મારા જીવનના પ્રેમ અને અમારા પ્રેમના જીવન સાથેની સફરના પાંચ વર્ષ’.
આ પોસ્ટ પર સૌથી પહેલી કોમેન્ટ કરીના કપૂરે કરી હતી, જે ઈનાયાની બર્થ ડે પાર્ટીમાં હાજર રહી નહોતી. તેણે લખ્યું હતું ‘સુંદર રાજકુમારીને જન્મદિવસની શુભેચ્છા. મને કેક જાેઈએ છે’.
આ સિવાય કરિશ્મા કપૂર, ગુલ પનાગ, સાયરસ સાહુકાર, સબા અલી ખાન, લારા દત્તા, કૃતિકા કામરા, નેહા ધૂપિયાસ સોફી ચૌધરી, રાજકુમાર રાવ તેમજ પત્રલેખા સહિતના કપલના ઈન્ડસ્ટ્રીના મિત્રોએ ઈનાયાને બર્થ ડે વિશ કર્યું હતું. કરીના કપૂરે કોઈ કારણથી ઈનાયાની બર્થ ડે પાર્ટીમાં હાજરી નહીં આપી હોય તેમ લાગી રહ્યું છે. જાે કે, તેનો નાનો દીકરો જેહ આયા સાથે સામેલ થયો હતો.
સૈફ અલી ખાનની બહેન સબા અલી ખાને જેહ સાથેની અત્યારની અને તૈમૂર સાથેની થ્રોબેક તસવીર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું છે ‘અત્યારે અને પહેલા…અમને આ ક્ષણ મળી અને કેપ્ચર કરી લીધી’. સબાએ શેર કરેલી તસવીરમાં જેહ વ્હાઈટ ટીશર્ટ અને શોર્ટ્સમાં ક્યૂટ લાગી રહ્યો છે. ઈનાયાની નાનપણની તસવીર શેર કરીને તેને વિશ કરતાં કૃણાલ ખેમૂએ લખ્યું હતું કે ‘મારી ઈન્નીને જન્મદિવસની શુભેચ્છા.
પાંચ મિનિટમાં પાંચ બેડટાઈમ સ્ટોરી વાંચી હોય તેમ પાંચ વર્ષ પસાર થઈ ગયા. જ્યારે માતા-પિતા કહે કે બાળકો ઝડપથી મોટા થઈ ગયા ત્યારે તેમનો અર્થ શું હોય છે તે હવે મને સમજાઈ છે. પરંતુ હું તારી સાથે દરરોજ વધું નાના બનવા તરફ જાેઈ રહ્યો છું.SS1MS