પોતાનો ફોટો પાડી રહેલા ફોટોગ્રાફર્સને વિસ્મયથી જોવા લાગ્યો જેહ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/Jeh-1024x768.jpg)
મુંબઈ, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો મોટો દીકરો તૈમૂર જન્મ્યો ત્યારથી જ સતત મીડિયાના ફોટોગ્રાફર્સની નજરોમાં રહ્યો છે. તેને કેમેરામાં કેદ કરવા માટે મીડિયાના ફોટોગ્રાફર્સ હંમેશા દોડાદોડી કરતાં જાેવા મળે છે. તૈમૂરનો નાનો ભાઈ જેહ જન્મ્યો ત્યારે તેની સાથે પણ આવું જ છે.
તેની એક ઝલક કેમેરામાં કેદ કરવા ફોટોગ્રાફર્સ પડાપડી કરે છે. હાલ જેહનો આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેને કેમેરામાં કેદ કરવા અધીરા થયેલા ફોટોગ્રાફર્સને વિસ્મયથી નિહાળતો જાેવા મળે છે. વાયરલ વિડીયોમાં જેહ અલી ખાન પોતાના ઘરના બિલ્ડિંગમાં નીચે દોડતો જાેવા મળે છે.
દોડતાં દોડતાં તેની નજર બહાર ઊભેલા ફોટોગ્રાફર્સ પર પડે છે. તે તેમને આશ્ચર્યથી જાેઈ રહ્યો હોય છે ત્યારે જ તેની આયા આવીને તેને લઈ જવાની કોશિશ કરે છે. એ વખતે જેહ પગ વાળીને નીચે બેસી જાય છે પરંતુ તેની નજર તો ફોટોગ્રાફર્સ પર જ ચોંટેલી રહે છે.
જાેકે, છેવટે તેનાં આયા તેને ઊંચકીને લઈ જાય છે. જેહનો આ વિડીયો જાણીતો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. જેહનો આ વિડીયો જાેઈને સોશિયલ મીડિયા યૂઝર્સને મજા પડી ગઈ છે. તેઓ જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે.
એક યૂઝરે લખ્યું, “લાગે છે કે તેને મીડિયાને મળવું છે અને ઈન્ટરવ્યૂ આપવો છે.” બીજા એક યૂઝરે લખ્યું, “કેટલો ક્યૂટ છે. તૈમૂર કેમેરા જાેઈને ભાગી જાય છે ત્યારે આ જાેઈ રહે છે.
એક પિતા જેવો છે તો બીજાે મમ્મી જેવો. તેનામાં કેટલી આતુરતા છે કે આ બધા કોણ છે અને શું કરી રહ્યા છે.” “તૈમૂર ૨.૦ જેવો લાગે છે”, તેમ અન્ય યૂઝરે લખ્યું. “કેટલો ક્યૂટ છે. કેવી રીતે મીડિયાપર્સન સામે જાેઈ રહ્યો છે”, તેમ અન્ય એકે લખ્યું. વળી, બીજા એક યૂઝરે લખ્યું, “મને લાગે છે કે જેહ ડાહ્યો છોકરો હશે.
સૈફ અલી ખાન અને કરીના કપૂરના નાના દીકરા જેહનો જન્મ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ થયો છે. જ્યારે તૈમૂરનો જન્મ ૨૦ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ થયો હતો. કરીના અને સૈફના લગ્નને ૧૦ વર્ષ થયા છે. કપલે ૧૬ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ લગ્ન કર્યા હતા.SS1MS