Naatu Naatu સોન્ગ ન સાંભળે ત્યાં સુધી નથી જમતો જેહ
મુંબઈ, કરીના કપૂર ફરી એકવાર તેનો રેડિયો ટોક શો ‘વોટ વુમન વોન્ટ’ની ચોથી સીઝન લઈને આવી છે, જેમાં પણ તે ઈન્ડસ્ટ્રીના કેટલાક સેલેબ્સ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર સાથે વાતચીત કરતી જાેવા મળશે.Jeh’s Oscar winning ‘Natu Natu’ is a favourite
હાલ સાઉથ આફ્રિકામાં પરિવાર સાથે વેકેશન એન્જાેય કરી રહેલી એક્ટ્રેસે લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં નાના દીકરા જેહની એક આદત વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, બે વર્ષના જેહનું Oscar Winning ‘Natu Natu’ ફેવરિટ છે. તેને તેના પર ડાન્સ કરવો ગમે છે, આટલું જ નહીં જાે તે વગાડવામાં ન આવે તો તે જમતો પણ નથી.
‘જ્યારે અમે ‘નાટૂ નાટૂ’ સોન્ગ વગાડીએ તો જ તે જમે છે અને તે હિંદી ડબ વર્ઝન નહીં પરંતુ ઓરિજિનલ સોન્ગ ગમે છે. આ સોન્ગ મારા બે વર્ષના દીકરાને ખૂબ ગમી ગયું છે, જે દર્શાવે છે કે મેકર્સે તેને કેટલું અદ્દભુત રીતે બનાવ્યું છે. ૯૫મા એકેડેમી એવોર્ડ્સમાં રાજામૌલીની ફિલ્મ ‘નાટૂ નાટૂ’ અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘ધ એલિફન્ટ વિસ્પર’ એમ ભારતને બે ઓસ્કાર એવોર્ડ મળ્યા તે દેશવાસીઓ માટે ગૌરવની વાત છે.
આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર આપણા દેશની પ્રશંસા કરવામાં આવતાં કરીના કપૂર પણ ઈન્ડસ્ટ્રીનો ભાગ બનીને ગર્વ અનુભવી રહ્યો છે. ‘મને ગર્વ થઈ રહ્યો છે કે દર્શકો વધુ ફિલ્મો જાેઈ રહ્યા છે, તે પછી હિંદી, રિજનલ, પેરેલલ કે ડોક્યુમેન્ટ્રી જ ફિલ્મ કેમ ન હોય.
લોકો ભારતીય સિનેમાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને આ ઈન્ડસ્ટ્રીનો ભાગ હોવાથી મારું દિલ અમારા દર્શકો પ્રત્યેના ગર્વ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર છેલ્લે આમિર ખાન સાથે ૨૦૨૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળી હતી, જે હોલિવુડની ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક હતી અને બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. એક્ટ્રેસ ખૂબ જલ્દી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાની છે. તે સુજાેય ઘોષની ફિલ્મ ‘ધ ડીવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે.
તેની પાસે હંસલ મહેતા અને એકતા કપૂરની અનટાઈટલ્ડ ફિલ્મ પણ છે. આ સિવાય રિયા કપૂરની ફિલ્મ ‘ધ ક્રૂ’ તેની ઝોળીમાં છે, જેમાં તે તબુ અને ક્રીતિ સેનન સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે. ‘વીરે દી વેડિંગ’ બાદ આ બીજી ફિલ્મ છે, જેમાં બેબો અને રિયા સાથે કામ કરી રહ્યા છે. પર્સનલ લાઈફની વાત કરીએ તો, કરીના કપૂરે ઓક્ટોબર, ૨૦૧૨માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા.
બંનેની પહેલી મુલાકાત ‘ટશન’ના સેટ પર થઈ હતી અને સાથે કામ કરતી વખતે પ્રેમ થયો હતો. લગ્નના ચાર વર્ષ બાદ એટલે કે ૨૦૧૮માં દીકરી તૈમૂરનો જન્મ થયો હતો જ્યારે ૨૦૨૧માં તે દીકરા જેહની મા બની હતી.SS1MS