Western Times News

Gujarati News

જેનિફર લોપેઝને દેવ પટેલ સાથે કામ કરવું છે

મુંબઈ, જેનિફર લોપેઝનું હોલિવૂડની ફિલ્મોમાં બહુ જાણીતું નામ છે. પરંતુ તાજેતરમાં જેનિફરે ભારતી. કલાકાર દેવ પટેલની પ્રશંસા કરી હતી અને તેમજ તેને દેવની ફિલ્મો જોવી ગમે છે તેવું પણ કહ્યું હતું.

તાજેતરમાં જ જેનિફરે પોતાની સાઇફાઈ થ્રિલર ફિલ્મ ‘એટલાસ’ વિશે એક ઇન્ટર્વ્યુમાં દેવ પટેલનાં ટૅલેન્ટ અને સિનેમામાં તેના પ્રદાન વિશે પણ વાત કરી હતી. જેનિફરે ખૂબ ઉત્સાહપૂર્વક દેવનો ઉલ્લેખ કર્યાે હતો અને તેની સાથે કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

લોપેઝે દેવ પટેલના કામના વખાણ કરતાં કહ્યું કે એક મૌલિક અને અનોખો પ્રતિસાદ આપતો કલાકાર છે. સાથે જેનિફરે દેવની ઓડિયન્સને સ્પર્શી જતી એક્ટિંગ સ્કિલના પણ વખાણ કર્યા હતા. એક તરફ જેનિફર લોપેઝના ફૅન્સ તેની અને દેવ પટેલની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હાલ ૫૪ વર્ષની જેનિફર સાઇફાઈ થ્રિલર ‘એટલાસ’નાં પ્રમોશનમાં વ્યસ્ત છે.

જેમાં તે એક ડેટા એનાલિસ્ટ એટલાસ શેફર્ડની મુખ્ય ભૂમિકામાં છે. જેમાં જેનિફરે આખી ફિલ્મમાં પોતાની હેરસ્ટાઇલ દ્વારા પોતાના કેરેક્ટરની જર્ની બતાવી છે. આ કેરેક્ટર વિશે વાત કરતાં જેનિફરે કહ્યું કે, આ ફિલ્મમાં કેરેક્ટરની હેરસ્ટાઇલ મહત્વની છે.

જેમકે બાળપણમાં તેના વિખરાયેલાં અને અસ્ત-વ્યસ્ત વાળ વિશે જેનિફરે કહ્યું કે, એ હેરસ્ટાઇલ પાત્રની અંદર ચાલતાં મનના યુદ્ધને પોતાની જાતની સંભાળની બેદરકારી દર્શાવે છે. જેમ સ્ટોરી આગળ વધે છે અને તે પોતાના ગોલ અચિવ કરી લે છે, ત્યારની હેરસ્ટાઇલ તેનાં વ્યક્તિગત વિકાસના પ્રતિક બની જાય છે. જે તેનો આત્મવિશ્વાસ અને તાકાત દર્શાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.