Western Times News

Gujarati News

“તારક મહેતા…” શો છોડ્યા બાદ જેનિફર મિસ્ત્રી મ્યૂઝિક વીડિયોમાં પર્ફોર્મ કરતી દેખાશે

હું અલગ-અલગ પાત્રો ભજવવા માદુ છું, આશા રાખું છું કે આ સોન્ગ દર્શકો સાથે કનેક્ટ કરી શકશે

છેલ્લે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જાેવા મળેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલને એક નવો પ્રોજેક્ટ મળી ગયો છે અને આ માટે તેણે શૂટિંગ પણ કરી લીધું છે. વાત એમ છે કે, તે એક મ્યૂઝિક વીડિયોમાં પર્ફોર્મ કરતી દેખાશે, જેમાં તે ત્રણ વર્ષની દીકરીની માના રોલમાં છે અને તેના માટે હાલરડું ગાય છે.

આ વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું હતું કે ‘એક દશકા કરતાં પણ વધારે સમય સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં એક્ટિંગ કર્યા બાદ આ મારો પહેલો પ્રોજેક્ટ છે. જ્યારે હું ્‌સ્ર્દ્ભંઝ્રમાં કામ કરતી હતી ત્યારે પણ મને ઘણી ઓફર મળતી હતી. પરંતુ ડેટ ઈશ્યૂના કારણે તે સ્વીકારી શકતી નહોતી. હવે હું ફ્રી છું કારણ કે હું તે શોનો ભાગ નથી.

આ વીડિયોનું શૂટિંગ મારા વતન જબલપુરમાં થયું છે અને તેના શૂટિંગ વખતે હું ખૂબ ઈમોશનલ થઈ હતી. કારણ કે રિયલ લાઈફમાં પણ હું ૧૦ વર્ષની દીકરીની મમ્મી છું. શૂટિંગ કરવાની મજા આવી. તે એક સારો પ્રોજેક્ટ હતો. આખી ટીમને પણ લાગ્યું હતું કે મારા આવા પ્રોજેક્ટ લેવા જાેઈએ અને વધારે કામ કરવું જાેઈએ.

ગત મહિને, જેનિફર મિસ્ત્રી બંસીવાલે પ્રોડ્યૂસર આસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર જતિન બજાજ સામે માનસિક તેમજ શારીરિક શોષણની ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું હતું કે ‘હાલ તો હું નાના પ્રોજેક્ટનો જ ભાગ બની શકું છું, જેમાં ઓછો સમય જાેઈએ છીએ. હું દૈનિક ધારાવાહિક સીરિયલોનો ભાગ બની શકું નહીં કારણ કે મારે કેસ ચાલી રહ્યો છે. તપાસ ચાલી રહી છે અને આશા રાખું છું કે જલ્દી કોઈ કાર્યવાહી થશે.

ત્યાં સુધી હું મ્યૂઝિક વીડિયો અને વેબ શો જેવા નાના પ્રોજેક્ટનો ભાગ બનવાનો પ્રયાસ કરીશ, કારણ કે તેના શૂટિંગમાં વધારે સમય જતો નથી. આટલા વર્ષોમાં લોકોએ મને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કોમિક રોલમાં જાેઈ હતી પરંતુ હવે તેઓ મને એકદમ અલગ અવતારમાં જાેશે. હું અલગ-અલગ પાત્રો ભજવવા માગુ છું.

આશા રાખું છું કે આ સોન્ગ દર્શકો સાથે કનેક્ટ કરી શકશે. જણાવી દઈએ કે, મે મહિનામાં જેનિફરે ના મેકર્સ પર ગંભીર આક્ષેપો લગાવીને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો હતો. તેણે કહ્યું હતું કે, આસિત મોદીએ ઘણીવાર તેનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો

તો જતિન બજાજ અને સોહેલ રામાણીએ જ્યારે તે સેટ પરથી ઘરે જઈ રહી હતી ત્યારે તેને ટોર્ચર કરી હતી. આ સાથે મેકર્સ મહિલા કલાકારોને સેટ પર સીન ન હોય તો પણ બેસાડી રાખતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જે બાદ જૂની બાવરી ઉર્ફે મોનિકા ભદોરિયા તેમજ રિટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજા તેના સપોર્ટમાં આવી હતી

અને તેણે જે કંઈ કહ્યું તે સત્ય હોવાનું કહ્યું હતું. બીજી તરફ, આસિત મોદીએ પોતાના પર લાગેલા આરોપોનો જવાબ આપતાં જેનિફર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, એક્ટ્રેસ ઘણીવાર સેટ પર દારુ પીને આવતી હતી. તે પુરુષ કલાકારો સાથે ખરાબ વર્તન કરતી હતી અને અપશબ્દો પણ બોલતી હતી.

આ સાથે તેમણે જેનિફરની હકીકત છતી કરતાં સ્ક્રીનશોટ સહિતના પુરાવા હોવાનો દાવો કર્યો હતો. તો સોહેલ રામાણીએ પણ સ્વબચાવ કરતાં ક્યારેય પણ જેનિફરને પરેશાન ન કરી હોવાનું કહ્યું હતું. હાલ પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.