આ કારણસર 24મીએ અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ
જેતલસર યાર્ડમાં બ્લોકને કારણે અમદાવાદમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને રદ કરાશે
ભાવનગર ડિવિઝનમાં આવેલા ધસા-જેતલસર સેક્શનમાં ગેજ કન્વર્ઝન હેઠળ જેતલસર યાર્ડ ખાતે મેગા બ્લોક લેવામાં આવશે જેના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
· 24.09.2022 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.
· 25.09.2022 ના રોજ વેરાવળથી ચાલતી ટ્રેન નંબર 19120 વેરાવળ – અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડનારી ટ્રેનો
· 18.09.2022 અને 25.09.2022 ના રોજ સંત્રાગાછી થી ઉપડનારી ટ્રેન નંબર 12950 સંત્રાગાછી – પોરબંદર સુપરફાસ્ટ જેતલસરને બદલે કાનાલુસ-વાંસજાળીયા સેક્શન થઈને દોડશે.
· 23.09.2022 ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર 12949 પોરબંદર- સંત્રાગાછી સુપરફાસ્ટ જેતલસરને બદલે વાંસજાળીયા-કાનાલુસ સેક્શન થઈને દોડશે.
રીશેડ્યુલ કરેલ ટ્રેન:
· ટ્રેન નંબર 22958 વેરાવળ – અમદાવાદ એક્સપ્રેસ 24.09.2022 ના રોજ વેરાવળથી 45 મિનિટના મોડી ઉપડશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ કૃપા કરીને આ ફેરફારને ધ્યાનમાં રાખે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.