જેતપુર અને આસપાસના ૧૮૧ ગામનાં લોકો ટેસ્ટિંગ વગરનું પાણી પીવા મજબૂર બન્યા
પાણી પીવાલાયક છે કે નહી તેનું ટેસ્ટિગ કરતી લેબોરેટરીના કર્મચારીઓને બે માસથી પગાર નહીં ચુકવાયો હોવાથી ટેસિ્ંટગની કામગીરી બંધ
જેતપુર, લોકો જે પાણી પીવે છે તે પીવાલાયક છે. કે નહી તે તપાસવાનું કામ કરતી જેતપુરની પાણી પુરવઠા બોર્ડની લેબોરેટરીના કર્મચારીઓએ છેલ્લા એક મહીનાથી કામગીરી ઠપ કરી દીધી હોવાથી જામકંડોરણા અને ભાયાવદર સહીત ૧૮૧ ગામના લોકો ટેસ્ટીગ વગરનું પાણી પીવા મજબુર બન્યા છે. જેનાં કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવવાની ભીતી સેવાઈ રહી છે.
મહાનગરપાલિકા નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત દ્વારાવિતરણ કરવામાં આવતું પાણી લાયક ે કે નહી તે તપાસણીનું કામ પાણી પુરવઠા બોર્ડની લેબોરેટરી દ્વારા કરવામાં આવે છે.
આ લેબોરેટરીમા બેકટેરીયલ કે કેમીકલ ટેસ્ટીગ જેમં કેલ્શીયમ હાર્ડનેસ, મેગ્નેશીયમ ડહોળવા, નાઈટ્રેટ ફલોરાઈડ આલ્ફાલાઈન સલ્ફેટ કલર ગંધ સ્વાદ તેમજ બેકટેરીયલ પેરામીટર વિશે તપાસણી કરવામાં આવે છે. જેતપુરમાં પાણી પુરવઠા બોર્ડની લેબોરેટરીમાં જેતપુર, ધોરાજી, જામકંડોરણા ઉપલેટા અને ભાયાવદર નગરપાલિકા સહીત તાલુકાઓના ૧૮૧ ગામોને પીવાનાં પાણીની ચકાસણી કરવામાં આવે છે.
આ લેબોરેટરીના આઉટ સોસીગના કર્મચારીઓને તેમની એજન્સી પગાર બાબતે ધાંધીયા કરતી હોઈ એક મહીનાથી આ લેબોરેટરીના કર્મચારીઓએ તમામ કામગીરી ઠપ કરીદીધી છે. જેથી લોકોને બેકટેરીયલ કે કેમીકલ ટેસ્ટીગ વગર જ પાણી પીવાનો વારો આવ્યો છે. કે જેને કારણે પાણીજન્ય રોગગની મહામારી ફેલાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે.
આ લેબ દ્વારા પ્રતી માસ લાગુ પડતા ગામોના સેમ્પલ લઈ ટેસ્ટીગ કરવામાં આવતું હતું. છેલ્લા એક મહીના કરતાં વધુ સમયથી ટેસ્ટીગમાં લોલંલોલ હોવાથી ર૦૦ જેટલા ગામોના પાણીનાં સેમ્પલનું ટેસ્ટીગ કર્યાં વગર વિતરણ કરવામાં આવી રહયું છે.