Western Times News

Gujarati News

સુરતના જ્વેલર્સે રામ મંદિરની થીમ પર બનાવ્યો હીરાનો નેકલેસ

સુરત, સુરતના એક હીરાના વેપારીએ ૫૦૦૦ અમેરિકન ડાયમંડ અને બે કિલો ચાંદીનો ઉપયોગ કરીને રામ મંદિરની થીમ પર નેકલેસ બનાવ્યો છે. ૪૦ કારીગરોએ ૩૫ દિવસમાં ડિઝાઇન પૂર્ણ કરી હતી. રસેશ જ્વેલર્સના ડાયરેક્ટર કૌશિક કાકડિયાએ જણાવ્યું કે નેકલેસમાં ૫૦૦૦થી વધુ અમેરિકન હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે બે કિલોગ્રામ ચાંદીથી બનેલું છે.

સરસાણા જ્વેલરી એક્સપો દ્વારા આયોજિત એÂક્ઝબિશનમાં રામમંદિરનો દરબાર અને મૂર્તિ મુકવામાં આવી છે. સુરતના એક હીરાના વેપારીએ ૫૦૦૦થી વધુ અમેરિકન હીરાનો ઉપયોગ કરીને રામ મંદિરની થીમ પર નેકલેસ બનાવ્યો છે. હીરાના વેપારીએ તેને અયોધ્યામાં રામ મંદિર માટે ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. ચાંદી અને અમેરિકન હીરાથી બનેલા આ નેકલેસ ઉપરાંત સુરતના વેપારીએ સોના-ચાંદીમાંથી રામ દરબારની સાથે સાથે ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની મૂર્તિઓ પણ બનાવી છે.

જે સરસાણા જ્વેલરી એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આવતા વર્ષે ૨૨ જાન્યુઆરીએ બપોરે રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાને બિરાજમાન કરાવવાનો નિર્ણય લીધો. ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યા ભારતના લોકો માટે આધ્યાÂત્મક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.

રસેશ જ્વેલર્સના ડાયરેક્ટર કૌશિક કાકડિયાએ જણાવ્યું કે નેકલેસમાં ૫૦૦૦થી વધુ અમેરિકન હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે બે કિલોગ્રામ ચાંદીથી બનેલું છે. અમે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરથી પ્રેરિત છીએ. તેમણે કહ્યું હતું કે આ કોઈ વ્યવસાયિક હેતુ માટે નથી. અમે તેને રામ મંદિરમાં ભેટ આપવા માંગીએ છીએ. અમે એ ઈરાદાથી બનાવ્યું હતું કે અમે પણ રામ મંદિર માટે કંઈક ભેટ આપવા ઈચ્છીએ છીએ.

તેમણે કહ્યું કે રામાયણના મુખ્ય પાત્રોને હારમાં દર્શાવવામાં આવ્યા છે. રામ દરબાર અને મૂર્તિઓ અયોધ્યા મોકલવામાં આવશે, જે રામ મંદિરની ભવ્યતાને વધારવામાં ફાળો આપશે. તેને બનાવનાર કારીગરોએ કહ્યું કે અમે અમારી કળા અને કારીગરી દ્વારા અમારું સન્માન આપવા માંગતા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.