ફાયર સેફ્ટીની સુવિધા વિનાનો જ્વેલર્સ શો રૂમ સીલ
અમિતાબ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના નાણાં છે, ફાયર સેફિટ સુવિધા કરાવતી નથી ?: કલ્યાણ જ્વેલર્સને અધિકારીનો સવાલ
વડોદરા, કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં ફાયર સિસ્ટમ હોવી આવશ્યક હોવાના હાઈકોર્ટના કડક નિર્દેશો બાદ રાજય સરકારની સુચનાને પગલે ફાયર બ્રિગેડ દ્વારા આવા કોમ્પલેક્ષોને નોટીસ ફટકારી વહેલામાં વહેલી તકે ફાયર સિસ્ટમ લગાવવા માટે સુચના આપવામાં આવતી હોય છે.
તેમ છતાં આવા કોમ્પલેક્ષના માલિકો અને વપરાશકર્તા દ્વારા નોટીસોની અવગણના કરવામાં આવતી હોવાના કારણે ફાયર બ્રિગેડ દ્વારા આખરે આવા કોમ્પલેક્ષના વીજ જાડાણો કાપી નાખી તેને સીલ કરવા સુધીના આકરા પગલાં ભરવામાં આવતા હોય છે ત્યારે શહેરના જેતલપુર રોડ ઉપર આવેલા જાણીતા કલ્યાણ જવેલર્સ અને આલ્ફા કોમ્પલેક્ષને (Kalyan Jewellers Alpha complex, Vadodara Gujarat) પણ ફીકસ ફાયર પ્રોટેકશન સિસ્ટમ (Fire Protection system) અને જીવન સુરક્ષા ઉપાયો કરવા માટે ગત સપ્ટેમ્બરમાં નોટીસ ફટકારવામાં આવી હતી.
ત્યારબાદ ર૪મી નવેમ્બરના રોજ પણ નોટીસ ફટકારવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ના આવતા બુધવારે વડોદરા ફાયર બ્રિગેડના ફાયર ઓફીસર અમિત ચૌધરી દ્વારા કલ્યાણ જ્વેલર્સ અને આલ્ફા કોમ્પલેક્ષના વીજ જાડાણ કાપી નાંખી બંને કોમ્પલેક્ષને સીલ કરવામાં આવ્યા હતા.
ફાયર ઓફીસર અમિત ચૌધરીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ફાયર સેફટી સિસ્ટમ નહીં લગાડનાર ૧૮ કોમ્પલેક્ષના વીજ જાડાણ કાપી સીલ કરવામાં આવ્ય્ હતા. જાકે ફાયર બ્રિગેડની કામગીરીને પગલે કોમ્પલેક્ષના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર સિસ્ટમ લગાડવા માટેના સોગંદનામા સહિત વર્કઓર્ડર રજૂ કરતા ૧૬ કોમ્પલેક્ષોના વીજ જાડાણ પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ તમામ કોમ્પલેક્ષમાં ફાયર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કલ્યાણ જવેલર્સ ખાતે સીલ કરવાની કાર્યવાહી ટાણે ફાયર બ્રિગેડની ટીમને કલ્યાણ જવેલર્સના અધિકારીઓએ રોકવા માટે પ્રયાસ કર્યો હતો આ તબકકે અકળાયેલા અધિકારીએ સંભળાવી દીધું હતું કે અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના નાણા છે ફાયર સેફિટ સુવિધા કરાવી શકતા નથી !