સેલ્સમેને જ જ્વેલર્સના શો-રૂમમાંથી સોનાની ચેઈન ચોર લીધી
(એજન્સી)અમદાવાદ, શહેરના વિશાલા સર્કલ પાસે આવેલા જે.બી.જ્વેલર્સમાંથી ૧૪.૭૧ લાખની કિંમતની દસ તોલાની સોની ચેઈનની ચોરી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
જ્વેલર્સમાંથી ચોરી કરનાર કોઈ ગ્રાહક નહીં પરંતુ સિનિયર સલ્સ એÂક્ઝક્યુટિવ છે. સિનિયર સેલ્સ એÂક્ઝક્યુટિવના હાથ નીચે ૧૪ જ્વેલર્સના માલિક, મેનેજર તેમજ કર્મચારીઓને અંધારામાં રાખીને એÂક્ઝક્યુટિવે દાગીનાની ચોરી કરી હતી.
એÂક્ઝક્યુટિવ સોનાની ચેઈન ટેગ વગર ગણાવી રહ્યો હતો ત્યારે એક કર્મચારીએ તેના મેનેજરને ફરિયાદ કરી હતી. મેનેજરને શંકા જતાં અંતે સ્ટોકની ગણતરી કરી હતી જેમાં સોની દસ ચેઈન ગાયબ હતી. શો-રૂમના માલિકે એÂક્ઝક્યુટિવને બોલાવી પૂછપરછ કરતાં તેણે ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી.
સરખેજ વિસ્તારમાં આવેલા બાગબાન બંગ્લોઝમાં રહેતા અબ્દુલ સોહેલ શેખે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ધર્મેશ મોરી (રહે.સ્વયંશક્તિ ફલેટ, વેજલપુર) વિરૂદ્ધ ચોરી તેમજ વિશ્વાસઘાતની ફરિયાદ કરી છે. અબ્દુલ સોહેલ વિશાલા સર્કલ પાસે અલમુકામ કોમ્પલેક્ષમાં આવેલી જે.બી. જ્વેલર્સમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે.
જે.બી.જ્વેલર્સના માલિક જાવેદ મિર્ઝા છે અને શો-રૂમમાં ૧પ કર્મચારીઓ કામ કરે છે. ૧પ કર્મચારીઓમાં સૌથી સિનિયર સેલ્સ એÂક્ઝક્યુટિવ તરીકે ધર્મેશ મોર છે જે એક વર્ષથી નોકરી કરે છે. ધર્મેશ મોરીને જે.બી.જ્યેલર્સના તમામ સ્ટાફ તેમજ કાઉન્ટરની જવાબદારી સોંપી હતી.
મંગળવારના રોજ સોહેલ તેમના શો-રૂમ પર હાજર હતા ત્યારે કામ કરતાં કર્મચારી સાહિલખાને જણાવ્યું હતું કે, ધર્મેશભાઈ મોરી અમને સોનાની ચેઈન ટેગ વગર ગણાવી રહ્યા છે. સોહેલને શંકા જતાં તેણે સ્ટોકની ગણતરી શરૂ કરી હતી. ધર્મેશ મોરી જે કાઉન્ટર ઉપર બેસે છે તેમાં રાખેલા સોનાના દાગીનાની ગણતરી કરી હતી જેમાં ૧૦ સોનાની ચેઈન ઓછી હોવાનું સામે આવ્યું હતું.
સોહેલે આ મામલે તરત જ જ્વેલર્સના માલિક જાવેદ મિર્ઝાને જાણ કરી હતી. જાવેદ મિર્ઝાએ ધર્મેશ મોરીને પોતાની કેબિનમાં બોલાવીને પૂછપરછ કરી હતી જેમાં તેણે કબૂલાત કરી હતી કે કોઈને જાણ ના થાય તે રીતે સોનાની દસ ચેઈન લઈ લીધી હતી. જાવેદ મિર્ઝા સાથે ધર્મેશે વિશ્વાસઘાત કરતાં અંતે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી થયું હતું. જાવે મિર્ઝાએ આ મામલે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી દીધી હતી.
વેજલપુર પોલીસની ટીમ તાત્કાલિક જ્વેલર્સ પર પહોંચી ગઈ હતી અને ધર્મેશ મોરીની ધરપકડ કરી લીધી હતી. ધર્મેશ મોરીએ ૧૪.૭૧ લાખ રૂપિયાની સોનાની ચેઈનની ચોરી કરી લીધી હતી. મેનેજર અબ્દુલ સોહેલની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે ચોરી તેમજ વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે.