ઝાડેશ્વરથી નર્મદા ચોકડીના માર્ગ ઉપર ગટરની કામગીરી અધૂરી મૂકી દેતા સ્થાનિકોમાં આક્રોશ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના ઝાડેશ્વર થી નર્મદા ચોકડી સુધીના માર્ગ ઉપર કોન્ટ્રાકટર દ્વારા અધૂરી કામગીરી કરી છોડી મૂકતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેના પગલે કોન્ટ્રેકર સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચમાં રેડ એલર્ટના પગલે છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.જેના પગલે ભરૂચ જીલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થતા ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા જાહેરમાર્ગ ઉપર ફરી વળેલા પાણીના કારણે વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સાથે જાહેરમાર્ગ ઉપર ભરાયેલા પાણીમાં ખાડા ન દેખાતા ઘણા વાહન ચાલકો અને રાહદારીઓ ખુલ્લી ગટરો અને ખાડામાં ખાબકી રહ્યા હોવાના વિડીયો પણ સતત સામે આવી રહ્યા છે.
ત્યારે ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના ઝાડેશ્વર બસ સ્ટેન્ડથી નર્મદા ચોકડી તરફ ૧૫ થી વધુ સોસાયટીઓને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હોવા છતાં અને વરસાદની આગાહી વચ્ચે કોન્ટ્રાકટરે જાહેરમાર્ગો ગટર કામ માટે માર્ગો ખોદી કામગીરી અધૂરી મૂકી દેતા અને ભૂંગરા લગાડવવા માટે ખોદેલા ખાડાઓ માં વરસાદી પાણી ભરાઈ રહેતા અને જાહેરમાર્ગો ઉપર જ ભુંગરાઓ મૂકી દેતા વાહન ચાલકોને તથા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.