ઝઘડિયા કોંગ્રેસ દ્વારા રાજપારડી ચાર રસ્તા ખાતે બિસ્માર માર્ગને લઈ વિરોધ પ્રદર્શન
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકા માંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો રાજ્ય ધોરીમાર્ગ જ્યારથી તેની વિસ્તૃતિકરણ ની કામગીરી શરૂ થઈ છે ત્યારથી વિવાદમાં છે અને જવાબદાર અધિકારીઓ દ્વારા ધોળી માર્ગ વિસ્તૃતિકરણ સમયે રાખેલી બેદરકારીના કારણે બિસ્માર બન્યો છે.તાલુકાના ખરાબ રોડ રસ્તા બાબતે કોંગ્રેસ પ્રજાની પડખે આવ્યું છે.
આજરોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપારડી ચાર રસ્તા સ્થિત બિરસા મુંડા પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ ભાજપ વિરોધી બેનરો લગાવી ભાજપ સરકારના રોડ રસ્તાના વહીવટ સામે વિરોધ નોંધાવ્યો હતો.
ઝઘડીયા તાલુકામા પ્રથમ વરસાદમાં જ તમામ મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે જેમકે પડવાણિયાથી આમલઝરનો માર્ગ,અંકલેશ્વરથી સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ ઠેર ઠેર ખાડા ગ્રસ્ત બન્યો છે.રાજપારડીથી નેત્રંગ નો માર્ગ અત્યંત ખરાબ થઈ જતાં વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે.આ માર્ગોની ઉપર મોટા તેમજ જીવલેણ ખાડા ઓ પડતા વાહન ચાલકોને અકસ્માત નો ભય સતાવી રહ્યો છે.
તંત્ર દ્વારા ખાડા વહેલી તકે પૂરી વાહન ચાલકોની મુશ્કેલી ઓછી કરે તે ઇચ્છનીય છે. ઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાલુકાવાસીઓને સારા રોડ રસ્તાઓ અત્યાર સુધી મળ્યા નથી,વધુમાં જણાવ્યું હતું કે જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહિ આવે તો જલદ આંદોલન કરવાની ચિમકી તાલુકા પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.