ઝઘડીયા GIDCની એનસીટીએલની લાઈનમાં ભંગાણ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડીયા જીઆઈડીસીમાં રોજિંદા હવા પ્રદૂષણ, ધન કચરા પ્રદૂષણ તથા વરસાદી કાંસ વાટે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બની રહી છે.ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ એનસીટીએલની પ્રદુષિત પાણીની લાઈન જે એનસીટીએલના સંપ સુધી જાેડે છે, તે લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ કેએલજે કંપની પાસેથી આ કંપનીની એનસીટીએલના સંપ સુધી જતી પ્રદુષિત પાણીની લાઈન મોટાપાયે લીકેજ થઈ રહી છે.લીકેજ થયાને કલાકો વીતી ગયા બાદ પણ તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું ન હોતું.
કંપનીની આ લાઈનમાં લીકેજ થયેલ પ્રદૂષિત પાણી જાહેરમાં વરસાદી કાંસમાં વહી રહ્યું છે અને વરસાદી કાંસ થકી તે નજીકની ખાડીમાં તથા ખાડી વાટે નર્મદા સુધી પહોંચે છે.બિન જવાબદાર એનસીટીએલ સંચાલકો દ્વારા કલાકો બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ઉપરાંત જીઆઈડીસીની મોનીટરીંગ ટીમે પણ આ બાબતે કોઈ કાર્યવાહી હાથધરી નથી
એમ સ્થાનિકો દ્વારા જણાવાયુ છે.જીઆઈડીસી થી ખાડી અને નર્મદા સુધી પહોચતા કાંસ વચ્ચે અસંખ્ય ખેતરો તળાવો આવેલા હોય છે જેથી આવા લીકેજનુ પ્રદુષિત પાણી જળચર પશુઓના સામે ખતરો ઉભો થઈ રહ્યો છે.