Western Times News

Gujarati News

“પોલીસની રાહ જોવાની જરૂર નથી, ઘરમાં ઘૂસીને જવાબ આપવો પડશે”

ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ યોજાઈ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આજથી ૧૫ દિવસ પહેલા ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારની એક ૧૦ વર્ષની સગીર દીકરીનું તેજ કંપનીમાં ફરજ બજાવતો ૩૬ વર્ષીય વિજય પાસવાન નામનો ઈસમે તેણીનુ અપહરણ કરી લઈ જઈ તેને ઈજા પહોંચાડી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.આ જધન્ય ઘટના બાદ સગીર દીકરીની માતાએ નજીકના પોલીસ મથકમાં વિજય પાસવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સગીર દિકરીને બેભાન અવસ્થામાંજ પહેલા અંકલેશ્વર ભરૂચ અને ત્યારબાદ વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન લઈ જવામાં આવી હતી.સારવાર દરદ્બઅટ્ઠન સગીર દિકરીનું ધટનાના આઠમા દિવસે મૃત્યુ થયું હતું.આ જધન્ય ઘટનાના પડઘા ગુજરાત રાજ્ય થી લઈ દેશભરમાં પડ્‌યા હતા અને વિજય પાસવાન જેવા નરાધમને તાત્કાલિક ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી,

ઠેર ઠેર દીકરીના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો, કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ગતરોજ ઝઘડિયાના સર્વ સમાજના, ગામના યુવા આગેવાન વૈભવ વસાવા, મિતેશભાઈ પઢીયાર,વિજય વસાવા તેમજ તેમની ટીમ તથા ઝઘડિયા ગામની મહિલાઓ દ્વારા દીકરીની આત્માને શાંતિ મળે તે માટે ઝઘડિયા બજાર માંથી ઝઘડીયા ચાર રસ્તા સુધી કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાથી કરણી સેનાના ભુપેન્દ્રસિંહ રાઠોડ, લખનસિંહ દરબાર ઉપસ્થિત રહ્યા હતા.

શ્રદ્ધાંજલિના કાર્યક્રમ ઝઘડિયા બજારથી કેન્ડલ માર્ચ કરી ઝઘડિયા ચાર રસ્તા સુધી આવી પહોંચ્યા હતા.જ્યાં બે મિનિટનો મૌન પાળી મૃત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી, આ પ્રસંગે સેનાના મહેન્દ્રસિંહ રાઠોડ એ જણાવ્યું હતું કે આવી ઘટનાઓમાં સરકાર આંખ આડા કાન કરે છે,જો સરકાર ૩૭૦ ની કલમ હટાવી શકતી હોય, સીએએ,એનઆરસી,નોટ બંધી જેવા કાયદાઓ લાગુ કરી શકતી હોય અને

દેશની જનતા અસહ્ય પીડા સહન કરી સરકારને કાયદો ઘડવામાં જો સહકાર આપતી હોય તો મોટી મોટી વાતો કરે છે તે વલણ સ્પષ્ટ કરે, પ્રજા ફક્ત ન્યાય માગી રહી છે.લખનસિંહ દરબાર દ્વારા જણાવાયું હતું કે રાજ્યમાં પરિસ્થિતિ ખૂબ બગડી રહી છે, પરિસ્થિતિ ગંભીર છે. હવે આવા દુરાચારીઓને જવાબ આપવા પડશે, પોલીસની રાહ જોવાની જરૂર નથી, ઘરમાં ઘૂસીને જવાબ આપવો પડશે તેમ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.