ઝઘડિયા તાલુકા પંચાયતમાં ભાજપાના બે જુથો વચ્ચે વિવાદ વકર્યો
તાલુકા પંચાયતના એક મહિલા સદસ્ય દ્વારા જીલ્લા ભાજપા પ્રમુખને રાજીનામું પણ મોકલાયું !
(પ્રતિનિધી) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયતમાં હાલ ભાજપાનાજ બે જુથો આમનેસામને આવી ગયા હોય એવી પરિસ્થિતિ જાેવા મળી છે.આ અંગે મળતી વિગતો મુજબ તાલુકા પંચાયતની સારસા બેઠક પરથી જીતેલ મહિલા સદસ્ય આરતીબેન હિરલકુમાર પટેલે ગત તા.૨૪ મીના રોજ જીલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યુ હતુ.
In Zaghadiya taluka panchayat, a dispute broke out between two groups of BJP
જાેકે રાજીનામું નહી સ્વિકારાયુ હોવાનું જણાવાયું હતુ. હાલ આ મહિલા સદસ્યના રાજીનામાનો પત્ર સોશિયલ મિડીયામાં ફરી રહ્યો હોવાની વાતો પણ સામે આવી છે.તાલુકા પંચાયતની આ મહિલા સદસ્યએ રાજીનામામાં ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યુ હતુ કે
તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા તેમને અને તેમના પતિને મારી નાંખવાની ધમકી આપીને કહેવામાં આવે છે કે અમે કહીએ એમ કરવાનું. વળી વધુમાં જણાવાયા મુજબ ઉપપ્રમુખ દ્વારા તેમને હેરાન કરવામાં આવે છે અને મહિલા સદસ્યના પતિને અપશબ્દો બોલીને અપમાનિત કરાય છે.
રાજીનામા માં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા અમે કહીએ તેમ કરવાનુ અને મહિલા સદસ્ય તથા તેમના પતિને મારવાની ધમકી આપતા હોવાની રજૂઆત કરી છે
વળી મહિલા સદસ્યના પતિ પટેલ સમાજના હોઈ તેમને જાતિ વિષયક ધૃણાસ્પદ શબ્દ બોલીને અપમાનિત કરાય છે.તેમણે જીલ્લા ભાજપા પ્રમુખને ઉદ્દેશીને લખેલ પત્રમાં જણાવાયા મુજબ તેઓ તેમજ તેમના પતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યુ હોવાની વાત કરાતા વિધાનસભાની ચુંટણી પૂર્વે જીલ્લાના રાજકારણમાં સન્નાટો જાેવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં હાલ રીતસરના બે જુથ પડી ગયા હોવાની ચર્ચાઓ ઉઠી છે. તાલુકાના વર્ષો જુના કાર્યકરો અને એક સમયે છોટુભાઇ વસાવાના અંગત ગણાતા અને થોડા સમય પહેલા ભાજપાનો ખેશ પહેરનાર નેતા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિતના કાર્યકરો વચ્ચે હાલતો એકજાતનું ઠંડુ રાજ્કીય યુધ્ધ છેડાયુ હોય એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
વિધાનસભાની ચુંટણી નજીકમાં છે ત્યારે બન્ને જુથોના કાર્યકરો ઝઘડિયા બેઠક માટે પોતાના ઉમેદવારની પસંદગી થાય એવી ઇચ્છા રાખીને બેઠા હોય એમ જણાઇ રહ્યુ છે. ત્યારે તાલુકામાં નવા અને જુના સભ્યો વચ્ચેની ખેંચતાણ વચ્ચે રાજકારણના પીઢ વર્ષો જુના બીટીપી નેતા છોટુભાઈ વસાવાને હરાવવાની ભાજપાની ઈચ્છા પુર્ણ થશે ખરી?