મારી સાથે ચિટિંગ થઈ જ્હાન્વી કપૂરે કર્યો દાવો
મુંબઈ, ફિલ્મમેકર બોની કપૂર અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂરે પોતાની અગાઉની રિલીઝ થયેલ ફિલ્મ ગુડ લક જેરીમાં શાનદાર પ્રદર્શન કરીને લોકોને પ્રભાવિત કર્યા છે.
જ્હાનવીના ટીકાકારો અને ફિલ્મ લવર્સે જ્હાનવી કપૂરની ખૂબ જ પ્રશંસા કરી છે કે જ્હાનવીએ ઓન સ્ક્રીન કેરેક્ટર માટે ખૂબ જ મહેનત કરી છે. જ્હાનવી કપૂર પોતાની આગામી થ્રિલર ડ્રામા ફિલ્મ મિલી માટે સંપૂર્ણપણે તૈયાર છે અને તે આવતીકાલે ૪ નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. આ અભિનેત્રીએ પોતાને મળેલ દગા વિશે ખુલાસો કરતા તે તાજેતરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
અભિનેત્રી હવે આ અંગે વધુ વિચારતી નથી અને નિરાશ પણ થતી નથી. જ્હાનવી કપૂરે વાત કરતા જણાવ્યું કે, કદાચ નકારાત્મકતાને વધુ સ્થાન છે, આ કારણોસર મારા વિશે આ પ્રકારની વાતો ફેલાવવામાં આવી રહી છે.’
તેમણે જણાવ્યું કે, મારી હંમેશા વધુ ચર્ચા કરવામાં આવે છે, જે વાત જાેઈને મને ખૂબ જ આશ્ચર્ય થાય છે. કોઈની સાથે જેવા છીએ તે રીતે વાત કરવામાં આવે તો તેને હેડલાઈન બનાવી દેવામાં આવે છે અથવા તેને એક તક તરીકે જાેવામાં આવે છે. હંમેશા તમને ખરાબ રીતે ચિત્રિત કરવામાં આવે છે, આ કારણોસર તમે હંમેશા ચર્ચાનો વિષય બની જાવ છો.
મને એવું લાગે છે જાણે મારી સાથે ચિટિંગ થઈ હોય, પણ હું હવે આ પ્રકારની વાતોથી નિરાશ થતી નથી. એક સમય એવો હતો, જ્યારે સામાન્ય વાતચીત કરતા સમયે મને ચીટેડ ફીલ થતું હતું. એ વાત અલગ છે કે, તમામ લોકો પોતાનું કામ કરવાની કોશિશ કરે છે.
દુર્ભાગ્યવશ લોકોને આ પ્રોફેશનમાં નકારાત્મક ચર્ચાનો વિષય બનાવવા માટે પુરસ્કૃત કરવામાં આવે છે. આ કારણોસર લોકોને હંમેશા લાગે છે કે, નકારાત્મક બાબતો લોકોને વધુ પસંદ આવે છે. બસ આ જ એક દુનિયા છે અને આપણે તે દુનિયાનો એક ભાગ છીએ.
જ્હાન્વી કપૂર ફિલ્મ ‘મિલી’ વિશે વાત કરતા સમયે પોતાની ફિંગર ક્રોસ કરી લે છે અને જણાવે છે કે, કોરોના મહામારી બાદ તેમની પહેલી ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. જ્હાનવી જણાવે છે કે, મને અત્યારે ખૂબ જ અલગ લાગી રહ્યું છે અને આ પ્રકારની પરિસ્થિતિ ક્યારેય ફેસ કરી નથી. જે સમયે ફિલ્મ ‘રૂહી’ રિલીઝ થઈ તે સમયે ૫૦ ટકા ઓક્યૂપેન્સી પર કામ કરવામાં આવી રહ્યું હતું.
આ કારણોસર તે ફિલ્મને તે માર્જિનના આધાર પર નંબર આપવામાં આવ્યા છે. જે પણ થઈ રહ્યું છે, તે સારું થઈ રહ્યું છે. આ એક અલગ અને તદ્દન નવો અનુભવ છે, હું ઘણા લાંબા સમયથી શાંતિથી સૂઈ શકી નથી. આ ફિલ્મ મથુકુટ્ટી ઝેવિયર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે.
આ ફિલ્મ મલયાલમ ફિલ્મ હેલેનની રીમેક છે, જેથી આ ફિલ્મ બોની કપૂરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં જ્હાનવી કપૂર ફ્રીઝરમાં ફસાઈ ગઈ છે અને જીવિત રહેવા માટે ખૂબ જ કોશિશ કરે છે. ફિલ્મમાં મનોજ પાહવા અને સની કૌશલ પણ જાેવા મળશે.SS1MS