એક્સ-બોયફ્રેન્ડ ઈશાનના સંપર્કમાં છે જ્હાન્વી કપૂર
મુંબઈ, ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધડક’માં સાથે કામ કરવા દરમિયાન જ્હાન્વી કપૂર અને ઈશાન ખટ્ટર વચ્ચે પ્રેમના ફણગા ફૂટ્યા હતા. બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું અને ઘણીવાર સાથે હેન્ગઆઉટ કરતાં દેખાયા હતા.
આટલું જ નહીં જ્હાન્વી ઘણીવાર ઈશાન સાથે તેના ભાઈ શાહિદના ઘરે જતાં પણ સ્પોટ થઈ હતી અને ભાભી મીરા રાજપૂતના બેબી શાવરમાં તેની હાજરી આંખે ઉડીને વળગી હતી. બે વર્ષના સંબંધ બાદ ૨૦૨૦માં તેમનું કોઈ કારણથી બ્રેકઅપ થયું હતું.
આજે તે કિસ્સાને બે વર્ષ થયા છે અને બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. તે સમયે તેઓ રિલેશનશિપમાં હોવાની વાત કરવાનું ટાળી રહ્યા હતા અને હાલમાં એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે આ વિશે ખુલીને વાત કરી હતી.
જ્હાન્વી કપૂર હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘ગુડ લક જેરી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ૨૯ જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આરજે સિદ્ધાર્થ કનન સાથેની વાતચીતમાં, શું તે ‘ધડક’ની રિલીઝના ચાર વર્ષ બાદ ઈશાન સાથે સંપર્કમાં છે તેવો સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર જ્હાન્વીએ કહ્યું હતું કે, તેઓ બંને તેમના જીવનમાં વ્યસ્ત છે અને પહેલાની જેમ તેઓ અત્યારે વધારે વાત કરતાં નથી.
આ સાથે તેણે બંને વચ્ચે હાલમાં જ થયેલા મેસેજની આપ-લે વિશે ખુલાાસો કર્યો હતો. ‘અમે અમારા જીવમાં વ્યસ્ત છીએ. જ્યારે પણ અમે મળીએ છીએ ત્યારે અમારી વચ્ચે હૂંફાશ હોય છે. હકીકતમાં ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું ‘રંગિસારી’ સોન્ગ ‘ધડક’માં હોવાનું હતું.
જ્યારે પણ અમે ફિલ્મ માટે મોટાન્જ શૂટ કરતાં હતા ત્યારે આ સોન્ગ પ્લે કરતાં હતા. તેથી જ્યારે તે બહાર આવ્યું ત્યારે અમને બંનેને તે અમારું સોન્ગ હોવાનું લાગ્યું હતું. અમે એકબીજાને મેસેજ કર્યો હતો. તેણે લખ્યું હતું ‘શું તે જાેયું?’ અને મેં રિપ્લાય કર્યો હતો ‘હા, મને તો થોડું ફની જેવું લાગ્યું હતું”.
બ્રેકઅપ બાદ જ્હાન્વી કપૂર અને ઈશાન ખટ્ટરનું રિયુનિયન કરણ જાેહરના ૫૦મા બર્થ ડે પર યોજાયેલી ગ્રાન્ડ પાર્ટીમાં થયું હતું. બંનેએ આ દરમિયાન એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. એક્સ-કપલની ડિરેક્ટર શરન શર્મા સાથેની તસવીરો જાેઈને ફેન્સ ખુશ થયા હતા. હાલમાં ‘ધડક’ને જ્યારે ૪ વર્ષ પૂરા થયા ત્યારે પણ તેમણે ફેન આર્ટ અને જૂની તસવીરો શેર કરી હતી.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, જ્હાન્વી કપૂર પાસે ‘ગુડ લક જેરી’ સિવાય ‘મિ. એન્ડ મિસિસ માહી’ પણ છે, જેમાં તે રાજકુમાર રાવ સાથે દેખાશે. બીજી તરફ, ઈશાન ખટ્ટર કેટરીના કૈફ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ‘ફોન ભૂત’માં સ્ક્રીન શેર કરતો દેખાશે, જે ૪ નવેમ્બર, ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.SS1MS