એક્સ-બોયફ્રેન્ડ શિખર સાથે વધી જ્હાન્વીની નિકટતા!

મુંબઈ, બોલિવુડના સેલિબ્રિટીઝ હાલ દિવાળીના જશ્નમાં ડૂબેલા છે. છેલ્લા લગભગ અઠવાડિયાથી વિવિધ સેલિબ્રિટીઝ દિવાળી પાર્ટીનું આયોજન કરી રહ્યા છે અને તેમાં ફિલ્મી જગતની હસ્તીઓ હોંશેહોંશે ભાગ લઈ રહી છે.
હાલમાં જ યોજાયેલી એક દિવાળી પાર્ટીમાં જ્હાન્વી કપૂરની એન્ટ્રીએ લોકોને ચોંકાવી દીધા હતા. એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પોતાના પૂર્વ પ્રેમી શિખર પહરિયા સાથે દિવાળી પાર્ટીમાં પહોંચી હતી.
રાઈટર-પ્રોડ્યુસર અમૃત પાલ બિંદ્રાની દિવાળી પાર્ટીમાં પોતાના કથિત એક્સ-બોયફ્રેન્ડ શિખર પહરિયા સાથે જ્હાન્વી જાેવા મળી હતી. જ્હાન્વી અને શિખર પહરિયાના હાલ બે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એક વિડીયો દિવાળી પાર્ટીનો છે જ્યારે બીજાે વિડીયો કોફી-શોપ અને શિખરના ઘરનો છે.
દિવાળી પાર્ટીમાં જ્હાન્વી કપૂર શિમરી સાડીમાં પહોંચી હતી. શિખર ગાડી ચલાવી રહ્યો હતો અને જ્હાન્વી તેની બાજુમાં બેઠેલી જાેવા મળે છે. મીડિયાના ફોટોગ્રાફર્સને જાેતાં જ્હાન્વીએ સ્માઈલ આપી હતી. આ સિવાય જ્હાન્વી અને શિખર એક કોફી શોપની બહાર જાેવા મળ્યા હતા. જે બાદ જ્હાન્વી શિખર સાથે તેના ઘરે આવી હતી. પેસ્ટલ પિંક રંગના ડ્રેસમાં જ્હાન્વી જાેવા મળી હતી.
એ વખતે જ્હાન્વીએ મીડિયાના ફોટોગ્રાફર્સ સામે જાેયું પણ નહોતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, જ્હાન્વી અને શિખર એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. ‘કોફી વિથ કરણ ૭’માં કરણ જાેહરે જ્હાન્વી અને સારાને કરણે કહ્યું હતું કે, તે બંને પહરિયા બ્રધર્સને ડેટ કરી ચૂક્યા છે.
જ્હાન્વી શિખર પહરિયા સાથે રિલેશનશીપમાં હતી જ્યારે સારા વીર પહરિયા સાથે રિલેશનશીપમાં હોવાની ચર્ચા હતી. જણાવી દઈએ કે, શિખર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે. જાેકે, હવે જ્હાન્વી અને શિખરને ફરીએકવાર સાથે જાેઈને સોશિયલ મીડિયા પર તેમના ડેટિંગની ચર્ચા શરૂ થઈ છે. હવે સાચું શું છે તે તો જ્હાન્વી જ કહી શકે છે.
વર્કફ્રંટની વાત કરીએ તો, જ્હાન્વી હવે ફિલ્મ ‘મિલિ’માં જાેવા મળશે. આ ફિલ્મ જ્હાન્વીના પિતા બોની કપૂરે પ્રોડ્યુસ કરી છે. ૪ નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની છે. આ સિવાય જ્હાન્વી વરુણ ધવન સાથે ફિલ્મ ‘બવાલ’માં, રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જાેવા મળશે.SS1MS