ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું વિધાનસભા સદસ્યતા પર જોખમ
(એજન્સી)રાંચી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. ચૂંટણી પંચે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પરના પદનો લાભ લીધો હોવાના આરોપો અંગે પોતાના સૂચનો રાજ્યપાલને મોકલી આપ્યા છે. આ સાથે જ મુખ્યમંત્રી હેમંત સોરેનની વિધાનસભા સદસ્યતા પર જાેખમ સર્જાયું છે.
ચૂંટણી પંચની ભલામણના અનુસંધાને રાજ્યપાલ હેમંત સોરેનની સદસ્યતા રદ કરી શકે છે. MLAs begin arriving at Jharkhand CM Hemant Soren’s residence for a meeting of UPA MLAs, amid recent political developments in the state
આ સમગ્ર કેસ હેમંત સોરેને પોતે માઈનિંગ કોન્ટ્રાક્ટ મેળવ્યો તેના સાથે સંકળાયેલો છે. ચૂંટણી પંચે આ મામલે તપાસ કરી હતી. બંધારણના અનુચ્છેદ ૧૯૨ મુજબ કોઈ સદસ્યને અયોગ્ય ઠેરવવા માટેનો અંતિમ ર્નિણય રાજ્યપાલ પાસે છે. ઝારખંડના સીએમ હેમંત સોરેન પર પોતાના પદનો ફાયદો ઉઠાવ્યો હોવાના આરોપ લાગ્યા હતા.
આ કારણે ભાજપે હેમંત સોરેનની સદસ્યતા રદ કરવાની માગણી કરી હતી. ગત ૧૮ ઓગષ્ટના રોજ આ મામલે સુનાવણી પૂરી થઈ હતી અને હવે ચૂંટણી પંચે પોતાના સૂચનો રાજ્યપાલને મોકલી આપ્યા છે. હકીકતે હેમંત સોરેન પર ઝારખંડના મુખ્યમંત્રી પદ પર રહીને પોતાના અને પોતાના ભાઈના નામે ખનન કોન્ટ્રાક્ટ મેળવવાનો આરોપ છે.
તે સમયે હેમંત સોરેન ખનન મંત્રાલય પણ સંભાળતા હતા. ઈડીએ તાજેતરમાં જ ખનન સચિવ પૂજા સિંઘલની મની લોન્ડ્રિંગના કેસ અંતર્ગત ધરપકડ કરી હતી અને તેણે જ માઈનિંહ લાઈસન્સ આપ્યું હતું.